Junagadh News:ગુજરાતમાં સામાન્ય જનતા માટે સરકારી કામકાજ વધુ સરળ અને સુલભ બને તે હેતુથી વિસાવદરના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજ્યની મામલતદાર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, વીજળી વિભાગ (PGVCL) તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકાની ઝોનલ કચેરીઓ (Government office) ના સમયમાં ફેરફાર કરીને બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની નવતર માંગ કરી છે.આ પ્રસ્તાવને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો આને જનહિતનો પ્રસ્તાવ ગણાવીને આવકારી રહ્યા છે, તો કેટલાક તેનો વિરોધ પણ કરી રહ્યા છે.

ગુજરાતમાં સરકારી કચેરીઓ (Government office) રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની માંગ
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રમાં જણાવ્યું છે કે, હાલ સરકારી કચેરીઓ (Government office) નો સમય સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. આ સમયગાળામાં સામાન્ય નાગરિક (Ordinary citizen) પોતાની નોકરી, મજૂરી, ખેતી કે વેપારમાં વ્યસ્ત રહે છે. નાનામાં નાનું કામ કરાવવા માટે પણ રજા લઈને કચેરીએ ધક્કા ખાવા પડે છે.

જો કામ એક દિવસમાં ન થાય તો વારંવાર રજા લેવી પડે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.તેમણે કહ્યું કે, જો કચેરીઓ (Government office) રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહે તો લોકો પોતાનું દૈનિક કામ પતાવીને નિરાંતે સરકારી કામ કરી શકશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતોને આનો સૌથી વધુ લાભ થશે, કારણ કે તેઓ આખો દિવસ ખેતરમાં વ્યસ્ત રહે છે અને 7/12ના ઉતારા કે અન્ય સહાય માટે શહેર આવવું પડે છે.

ગોપાલ ઈટાલિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ગુજરાતમાં પોલીસ સ્ટેશન (Police station), ફાયર બ્રિગેડ, ST બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો અને ટોલનાકા જેવી સેવાઓ 24 કલાક અથવા મોડી રાત સુધી ચાલુ રહે છે. જો આ સેવાઓ જનતાની સુવિધા માટે રાત્રે કાર્યરત રહી શકે છે, તો મામલતદાર કે પંચાયત કચેરીઓને પણ રાત્રે 9 વાગ્યા સુધી ચલાવવામાં કોઈ તકનીકી અડચણ નથી.તેમણે વધુમાં કહ્યું કે, આ પગલાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અને વચેટિયાઓની જરૂરિયાત પણ ઓછી થશે. આનાથી ગુજરાત મોડલમાં નવું પ્રકરણ ઉમેરાશે અને જનતાને ખરા અર્થમાં ‘સરળ શાસન’નો અનુભવ થશે.
આ પણ વાંચો:વિધાનસભામાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સટાસટી
આ પણ વાંચો:સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા
આ પણ વાંચો:રાજકોટ પાટીદારોના ગઢમાં ગોપાલ ઇટાલિયાની ગર્જના, મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની હારની આગાહી
