Surendranagar News/ સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા

Moriએ સોલર કંપની પાસેથી લાખોમાં નહીં કરોડમાં લાંચ લીધી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. તેમણે આ લાંચ ચોરસ ફૂટ દીઠ 10 રૂપિયાના ભાવે લીધી હોવાનું પણ જણાવ્યું છે.

Top Stories Gujarat Others Breaking News
Moriએ સોલર કંપની પાસે લાખોમાં નહીં કરોડોમાં લાંચ લીધી હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે.

Surendranagar News: દિલ્હીની સોલર કંપની (Solar Company) પાસેથી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી (Chandrasinh Mori)એ લાખોમાં નહીં કરોડોમાં લાંચ લીધી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી (AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ (Gopal Italiya) કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ (Gopal Italiya) જણાવ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓની હિંમત તો જુઓ, જે પ્રોજેક્ટ માટે સીએમઓ (CMO) અને પીએમઓ(PMO)માંથી ભલામણ કરવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પોતે આ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી કરી આપવાની સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ભલામણ કરી હતી તેવા પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેવાનું છોડતા નથી. તેમણે પાછા ચોરસ ફૂટ દીઠ 10 રૂપિયાના ભાવે લાંચ લીધી હતી. આમ લાંચનો રેશિયો પણ નક્કી છે. આ બતાવે છે કે રાજ્યમાં ભ્રષ્ટાચારીઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે સીએમઓ કે પીએમઓને પણ ગાંઠતા નથી.

Moriએ સોલર કંપની પાસે લાખોમાં નહીં કરોડોમાં લાંચ લીધી હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે.

Mori સામે ED સક્રિય થઈ

આના કારણે દિલ્હીની સોલર કંપનીએ છેક પીએમઓ (PMO)માં ફરિયાદ કરતાં ઇડી સક્રિય થઈ અને કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને ત્યાં દરોડા પડ્યા. સૌથી વિસ્ફોટક વાત એ છે કે આ કૌભાંડમાં પાછા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી (Mori) એકલા નથી, તેમની સાથે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ બધા કૌભાંડના હિસ્સેદાર છે અને લાંચ કાંડમાં સામેલ છે.

વાત પાછી આટલે જ પૂરી થઈ જતી નથી, સુરેન્દ્રનગરના આ 1,500 કરોડના જમીન કૌભાંડમાં એક મહિલા અધિકારી મુખ્ય ભુમિકા પણ બહાર આવી છે. આ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અધિકારીના બિલ્ડરો અને રાજકીય રીતે પ્રભાવશાળી લોકો સાથે સંબંધો છે. આ મહિલા અધિકારી એક ભૂતપૂર્વ IPS અધિકારીની નજીકના સંબંધી છે. સૂત્રો એમ પણ કહે છે કે કૌભાંડનો પર્દાફાશ થયા પછી મહિલા અધિકારી હવે ગાંધીનગર ટ્રાન્સફર કરાવવાની તૈયારી કરી રહી છે.

Moriએ સોલર કંપની પાસે લાખોમાં નહીં કરોડમાં લાંચ લીધી હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે.

Moriના કૌભાંડમાં મહિલા અધિકારીની સંડોવણી

આ મહિલા અધિકારીએ મોરી (Mori)ને ઓફર કરી હતી કે માપણી પત્રક રાતોરાત તૈયાર થઈ જશે. NA એ ફાઇલો મોકલવી જોઈએ. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, માપણી પત્રક તૈયાર કરવા માટે મોટી રકમની આપ-લે કરવામાં આવી હતી. જમીન રજિસ્ટ્રી ઓફિસમાં પણ મોડી રાત સુધી ધમાલ મચી રહી હતી. હાઇવે પરના ઢાબા અને હોટલોમાં બિલ્ડરો અને રાજકીય રીતે પ્રભાવશાળી લોકો સાથે બેઠકોમાં ફાઇલના ભાવની વાટાઘાટો કરવામાં આવી હતી. આ મહિલા અધિકારીએ ચાર ગણી રકમમાં માપણી પત્રક તૈયાર કર્યું હતું. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહિલા અધિકારીએ જમીન અને મિલકત ખરીદી હોવાની ચર્ચા છે.

ઇડીએ હવે કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા મંજૂર કરવામાં આવેલી બધી જ ફાઇલોની તપાસ શરૂ કરી છે. તેમા સૌથી વધારે ફાઇલ સોલર પ્લાન્ટને લગતી જમીન સંપાદનની ફાઇલો છે અને લીઝ પર આપવામાં આવેલી જમીનની ફાઇલો છે. કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના કાર્યકાળમાં કઈ કંપનીની કેટલી જમીન એનએ કરવામાં આવી છે, કયા ગામની કેટલી જમીનોને હેતુફેર માટે મંજૂર કરવામાં આવી છે. કયા હેતુભેર માટે મંજૂરી કરવામાં આવી છે. કઈ તારીખમાં કેટલી ફાઇલો મંજૂર કરવામાં આવી છે. લીઝ પર આપેલી જમીન સહિતની બધી બાબતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ ફાઇલોમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થપાયેલા સોલર પ્લાન્ટને લઈને અનેક પ્રકારની ગેરરીતિ બહાર આવે તેવી પ્રબળ સંભાવના છે.

Moriએ સોલર કંપની પાસે લાખોમાં નહીં કરોડમાં લાંચ લીધી હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે.

Moriના કૌભાંડી સહયોગીઓ સામે તપાસ

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો એકર જમીન સોલર પ્લાન્ટ્સ માટે ફાળવવામાં આવી છે. આ પ્રકારની જમીન ફાળવણીને લઈને ખેડૂતો વારંવાર આક્ષેપ કરતાં રહ્યા છે. તેઓએ આ અંગે એવો પણ આરોપ લગાવ્યો છે કે લખતર તાલુકાના તલસાણા ગામમાં સરકારી જમીન પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. તેઓનો આરોપ છે કે દલાલોએ ખેડૂતોની જમીન નજીવી કિંમતે પડાવી લીધી છે. આ ઉપરાંત એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે કલેક્ટર કચેરીના કર્મચારીઓએ જમીન સંપાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ગ્રામજનોને જાણ કર્યા વિના સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની 3,361-વીઘા તલસાણા વિસ્તારમાં 300-મેગાવોટ પ્લાન્ટ માટે જમીન મહેસૂલ અધિનિયમ, 1889 ની કલમ 55 હેઠળની કોઈપણ શરતોનું પાલન કરી રહી નથી. તેઓનો એવો આરોપ છે કે સોલર પ્લાન્ટ 200 વીઘા સરકારી જમીન પર સ્થાપિત કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ, નાયબ મામલતદાર પર લાંચ લેવાનો આરોપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા