Surendranagar News/ સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ED દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને સમન્સ. જપ્ત ડાયરી, કોડમાં લખાયેલા નામો અને મોટા નાણાકીય વ્યવહારોની તપાસ તેજ

Top Stories Gujarat Breaking News
ED

Surendranagar News:સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડના સંદર્ભમાં ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હોવાનું બહાર આવ્યું છે. ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસ કરવા માટે તેમના સ્ટાફને સમન્સ પાઠવ્યા છે.

ED

આ દરમિયાન, મોરીનો વહીવટ સંભાળતા સરકારી અધિકારીઓ (Government Officer) અને ખાનગી વહીવટકર્તાઓ છુપાઈ ગયા છે, જ્યારે કેટલાકે કાનૂની સલાહ લીધી છે. ઈડી દ્વારા જપ્ત કરાયેલ ડાયરીમાં લખેલા નામો કોડમાં છે. કેટલીક જગ્યાએ, H.M., N.G., S.J., K.K., H.P. Lim, વગેરે જેવા નામો પૈસાની રકમ સાથે લખાયેલા છે.

EDની તપાસ

ED

ED અધિકારીઓ આ અંગે ચંદ્રસિંહ મોરીની પૂછપરછ કરી રહ્યા છે. વધુમાં, ડાયરી અને દસ્તાવેજોની યાદીમાં ઉર્ફે ગૌતમ, ઉર્ફે જયપાલ સિંહ, ચેતન, પાસા, સિરાજ, નિલેશ, બીજેએમ, ગલચર, કાના, આશિષ ઉમિયા, રાકેશ , સંજય સિંહ, મિતુલ અને મેહુલના નામ છે. ઈડી અધિકારીઓએ ડાયરી અને દસ્તાવેજોમાં ઉલ્લેખિત નામો અને રકમની તપાસ કરી છે.

કર્મચારીઓને ને પૂછપરછ માટે સમન્સ

ED સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીન માટે NA (બિન-કૃષિ) દરજ્જો મેળવવામાં સામેલ ઘણા વચેટિયાઓ અને વકીલોના નામ પણ સપાટી પર આવ્યા છે, પરંતુ ચાલુ તપાસને કારણે,ઈડી અધિકારીઓ હાલમાં કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના (Deputy Mamlatdar Chandrasinh Mori) મોબાઇલ ફોનમાંથી કેટલાક ડેટા મળી આવ્યા છે, જેના કારણે કલેક્ટર કચેરીના કર્મચારીઓને મોટા પાયે નાણાકીય વ્યવહારો થયા છે કે કેમ તે તપાસવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડી આગામી દિવસોમાં લગભગ એક ડઝન વરિષ્ઠ અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ મોકલે તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં EDના દરોડામાં 1,500 કરોડનું કૌભાંડ નીકળ્યું, કલેક્ટર સામે શંકાની સોય

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં EDના દરોડા બાદ મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટો ઘટસ્ફોટ