Khan Sir Patna Case Updates 2026: બિહારના પટનામાં આવેલી ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ (KGS) કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર થયેલા હુમલા અને ફાયરિંગના મામલામાં હવે એક નવો કાનૂની વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી તરીકે નામ સામે આવ્યા બાદ ખાન સરે(ફેઝલ ખાન) પટના સિવિલ કોર્ટમાં આત્મસમર્પણ (Surrender) ન કરવાનો નિર્ણય લીધો છે. ખાન સરના વકીલ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તેઓ હવે ધરપકડથી બચવા માટે સોમવારે કોર્ટમાં આગોતરા જામીન (Anticipatory Bail) માટે અરજી દાખલ કરશે. બીજી તરફ, ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘનને કારણે તેમનું કોચિંગ સેન્ટર સીલ થવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.
Khan Sir સરેન્ડર નહીં કરે: વવકીલ અરવિંદ કુમાર
ખાન સરના (Khan Sir) વકીલ અરવિંદ કુમાર મહુઆરે જણાવ્યું હતું કે, “શનિવારે જામીન અરજી દાખલ કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી, હવે કાનૂની જોગવાઈઓ હેઠળ સોમવારે કોર્ટ ખૂલતાની સાથે જ અદાલતમાં આગોતરા જામીન અરજી સબમિટ કરવામાં આવશે. ખાન સર પોલીસ સમક્ષ સરેન્ડર કરવાના નથી.”
આ વિવાદ 2 June 2026 ના રોજ ખાન સરના કોચિંગ સેન્ટર બહાર થયેલી ભારે તોડફોડ અને ફાયરિંગ સાથે જોડાયેલો છે. શરૂઆતમાં ખાન સરે આ હુમલાનો આરોપ વિરોધી ‘જ્ઞાન બિંદુ’ કોચિંગ સેન્ટરના સંચાલક રૌશન આનંદ પર લગાવ્યો હતો અને તેમની ધરપકડ પણ થઈ હતી. પરંતુ, પોલીસ તપાસ અને વાયરલ ફૂટેજમાં ખુલાસો થયો કે ફાયરિંગ વાસ્તવમાં ખાન સરના પોતાના જ સિક્યોરિટી ગાર્ડ્સે કર્યું હતું.
પોતાના જ નિવેદન પરથી પલટાયા ખાન સર
પોલીસે જ્યારે KGS કોચિંગના બે સિક્યોરિટી ગાર્ડ્સની ધરપકડ કરીને પૂછપરછ કરી, ત્યારે તેમણે કબૂલાત કરી હતી કે ખાન સરના(Khan Sir) કહેવા પર જ તેમણે ગોળીબાર કર્યો હતો. ગાર્ડ્સના આ નિવેદન બાદ પટના પોલીસે ખાન સર વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી હતી.
પોતાના જ ગાર્ડ્સ ફસાતા ખાન સર(Khan Sir) પોતાના અગાઉના નિવેદન પરથી પલટી ગયા હતા. તેમણે નવી સફાઈ આપતા કહ્યું હતું કે, ઉપદ્રવીઓની ભીડને ભગાડવા માટે તેમના ગાર્ડ્સે માત્ર સેલ્ફ ડિફેન્સ (આત્મરક્ષણ) માં હવાઈ ફાયરિંગ કર્યું હતું.
નિયમો તોડવા બદલ કોચિંગ સીલ થવાની ચેતવણી
એકતરફ ખાન સર પર જેલ જવાનો ખતરો છે, ત્યાં બીજી તરફ તેમના કોચિંગ ક્લાસ બંધ થવાની નોબત આવી છે. બિહાર ફાયર સર્વિસના ડીઆઈજી (DIG) મનોજ કુમાર નટે જણાવ્યું છે કે, તપાસ દરમિયાન ખાન ગ્લોબલ સ્ટડીઝ (KGS) ના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ધોરણોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું છે.
તંત્ર દ્વારા કોચિંગ સેન્ટરને આ ખામીઓ સુધારવા માટે ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ યોગ્ય કરવામાં નહીં આવે, તો ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર દ્વારા ખાન સરના આ સમગ્ર કોચિંગ સેન્ટરને સીલ (Seal) કરવાની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

