Ahmedabad News/ અમદાવાદમાં મફત પિઝાનો તહેલકો: પ્રહલાદનગરમાં નવા આઉટલેટના ઓપનિંગ પર લોકોની ભીડ

નવા આઉટલેટના ઓપનિંગની જાહેરાત અને મફત પિઝાની ઓફરની રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: રવિવારની રજા હોય અને ઉપરથી મફત પિઝા મળે, તો ભીડ ના થાય તો જ નવાઈ! અમદાવાદના પ્રહલાદનગરમાં એક નવા પિઝા આઉટલેટના ઉદઘાટન નિમિત્તે મફત પિઝાની ઓફરે શહેરમાં ધમાલ મચાવી દીધી. બપોરે 12થી 2 વાગ્યા સુધી ચાલેલી આ સ્કીમમાં લોકો રાશનની લાઇનમાં ઊભા હોય તેમ ઉમટી પડ્યા હતા. આઉટલેટના માલિકે 2 કલાકમાં 1500 પિત્ઝા વિતરણની જાહેરાત કરી હતી, પરંતુ લોકોનો ઉત્સાહ એટલો હતો કે એક જ કલાકમાં આ લક્ષ્યાંક પૂરો થઈ ગયો!

આ નવા આઉટલેટના ઓપનિંગની જાહેરાત અને મફત પિઝાની ઓફરની રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બાળકોથી લઈને વડીલો સુધી, દરેક પિઝાના શોખીનો આ ઓફરનો લાભ લેવા દૂર-દૂરથી પહોંચી ગયા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો પ્રહલાદનગર આવી પહોંચ્યા, જેના કારણે આઉટલેટની બહાર લાંબી લાઇનો લાગી ગઈ. ભીડ એટલી હતી કે પોલીસને પણ સ્થિતિ સંભાળવા માટે બોલાવવી પડી હતી.

આઉટલેટ દ્વારા દરેક વ્યક્તિને એક પિઝા બોક્સ આપવામાં આવ્યું, જેમાં અલગ-અલગ ફ્લેવરના પિઝા ઉપલબ્ધ હતા. લોકો તડકામાં ઊભા રહીને પણ પોતાનું મફત પિઝા મેળવવા આતુર હતા. રવિવારની રજાનો દિવસ અને પિઝા જેવી લોકપ્રિય ડિશની મફત ઓફરે લોકોને ખેંચી લીધા હતા. “મફતમાં પિઝા ખાવા કોને ના ગમે?” એવું કહેતા એક યુવાને જણાવ્યું કે આવી ઓફર ફરીથી આવે તો તે ચોક્કસ આવશે!

આ મફત પિઝાની સ્કીમ નવા આઉટલેટની બ્રાન્ડિંગ અને પ્રમોશન માટે રાખવામાં આવી હતી. આઉટલેટના માલિકે જણાવ્યું કે, “અમારો ઉદ્દેશ લોકો સુધી અમારી બ્રાન્ડ પહોંચાડવાનો હતો, અને આજની ભીડ જોઈને લાગે છે કે અમે સફળ થયા!” બપોરે 2 વાગ્યા સુધીમાં તમામ પિઝા વહેંચાઈ ગયા હતા, પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો નહોતો થયો. કેટલાક લોકો તો તડકામાં ઊભા રહીને પણ પોતાની વારીની રાહ જોતા રહ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પિઝા ડિલિવરી ગર્લને 2 ડોલરની ટીપ ન મળતાં ગર્ભવતી મહિલા પર કરી દીધા છરીના 14 ઘા!

આ પણ વાંચો:Video જોઈ પિઝાથી નફરત થઈ જશે તમને, જીવાત નિકળતા વીડિયો વાયરલ

આ પણ વાંચો:પિઝા-બર્ગર ખાવાનું મન થાય છે તો આ પોષક તત્વોની ઉણપ હોઈ શકે…