National News/ પટના સિવિલ કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યા ખાન સર, પોલીસ ધરપકડ કરે તે પહેલાં મોટો નિર્ણય

પટના ફાયરિંગ અને કોચિંગ વિવાદ કેસમાં ખાન સર(Khan Sir) આત્મસમર્પણ કરવા પટના સિવિલ કોર્ટ પહોંચ્યા છે. ગાર્ડના નિવેદન બાદ તેમની સામે BNSની કલમ 109 હેઠળ બિન-જામીનપાત્ર ગુનો નોંધાયો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India Education Breaking News
Khan Sir

Khan Sir Patna Case Updates 2026: બિહારના પટનામાં કોચિંગ સેન્ટર્સ વચ્ચે થયેલા વિવાદ અને ફાયરિંગના મામલામાં હવે એક નવો વળાંક આવ્યો છે. પ્રખ્યાત શિક્ષક અને ખાન ગ્લોબલ સ્ટડીઝના સ્થાપક ખાન સર આત્મસમર્પણ (Surrender) કરવા માટે પટના સિવિલ કોર્ટ પહોંચ્યા છે. તેમની વિરૂદ્ધ પોલીસ કેસમાં હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પટના પોલીસની 5 ગાડીઓ રાતભર અલગ-અલગ સમયે ખાન સરના કોચિંગ સેન્ટર પર પહોંચી હતી, પરંતુ 24 કલાક પછી પણ પોલીસ તેમની ધરપકડ કરી શકી નહોતી.

ગાર્ડના નિવેદનથી વધી ખાન સરની મુશ્કેલીઓ

આ મામલામાં ખાન સર માટે સૌથી મોટી મુશ્કેલી તેમના જ સિક્યોરિટી ગાર્ડના નિવેદનથી ઊભી થઈ છે. પકડાયેલા ગાર્ડ્સે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, “ખાન સરે જ અમને કહ્યું હતું કે તમે ગોળી ચલાવો, બાકીનું બધું અમે જોઈ લઈશું.”

આ ચોંકાવનારા નિવેદનના આધારે પટના પોલીસે ખાન સર (Khan Sir) વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ એક એવી ગંભીર કલમ છે જેમાં આરોપીને આગોતરા જામીન (Anticipatory Bail) પણ મળી શકતા નથી.

 

કોચિંગ બહાર રાતભર અડીખમ રહ્યા વિદ્યાર્થીઓ

ખાન સરની(Khan Sir) ધરપકડ કરવા પહોંચેલી પોલીસ સામે હજારો વિદ્યાર્થીઓ રાતભર કોચિંગ સેન્ટરની બહાર રસ્તા પર બેસી રહ્યા હતા. પોલીસ સતત લાઉડસ્પીકરથી જાહેરાત કરતી રહી કે, “અહીંથી હટી જાઓ, પાછા ફરો,” પરંતુ વિદ્યાર્થીઓ પોતાની જગ્યા પરથી હલ્યા નહોતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને એક મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો કે, “આજે પણ સરનો ક્લાસ ચાલુ રહેશે.”

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે શુક્રવારે આઈજી (IG) ઓફિસમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ કોચિંગ સેન્ટરની ઉશ્કેરણીમાં ન આવે.

ગાર્ડ્સે સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કર્યું હતું: Khan Sir

ખાન સરે પોતાની સફાઈ આપતા જણાવ્યું કે, ૨ જૂનની રાત્રે તેમની કોચિંગ પર હુમલો થયો હતો અને ભારે મારામારી થઈ રહી હતી. તેમણે કહ્યું, “મને ખબર હતી કે પોલીસને પહોંચવામાં સમય લાગશે, પોલીસ ત્યાં ઉડીને તો નથી પહોંચવાની! તેથી ગાર્ડ્સે માત્ર સેલ્ફ ડિફેન્સ (આત્મરક્ષણ) માં ફાયરિંગ કર્યું હતું. બોડીગાર્ડ્સ આખરે સુરક્ષા માટે જ રાખવામાં આવે છે. તેમણે કોઈ નિર્દોષ પર ફાયરિંગ નથી કર્યું.” ખાન સરે પહેલા પોલીસના વખાણ કર્યા હતા, પણ હવે કહ્યું કે પોલીસ ઘણી મોડી પહોંચી હતી.

વિદ્યાના સોગંદ, મુદ્દા પરથી ભટકાવવામાં આવે છે

કોર્ટ પહોંચતા પહેલા ખાન સરનો (Khan Sir) એક ક્લાસરૂમ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ હાથમાં પુસ્તક લઈને કહી રહ્યા છે કે, “હું વિદ્યાના સોગંદ ખાઈને કહું છું કે તે દિવસે હુમલો અને ફાયરિંગ થયું હતું. મારા ગાર્ડને 20-25 લોકોએ રસ્તા પર નિર્દયતાથી માર્યો હતો, છતાં તેની ધરપકડ હજુ સુધી થઈ નથી અને મુદ્દા પરથી ભટકાવવામાં આવી રહ્યું છે.”

તેમણે વિદ્યાર્થીઓને ચેતવતા એમ (Khan Sir)પણ કહ્યું કે, જો ખાન ગ્લોબલ સ્ટડીઝ બંધ થઈ જશે, તો આગામી 6 મહિનામાં પટનાના અન્ય કોચિંગ સંસ્થાનો પોતાની ફી 1 લાખથી દોઢ લાખ રૂપિયા સુધી વધારી દેશે. મારો હેતુ પૈસા કમાવવાનો નથી, પણ શિક્ષણને સસ્તું રાખવાનો છે.


આ પણ વાંચો : ખાન સરને અરેસ્ટ કરવા પહોંચેલી પોલીસ ફેઈલ, પટનામાં રાતભર હજારો વિદ્યાર્થીઓનો હંગામો

આ પણ વાંચો : ખાન સરના કોચિંગ સેન્ટર પર પથ્થરમારો અને તોડફોડ, પોલીસે ફાયરિંગનો દાવો નકાર્યો, ગાર્ડ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : પટના સિવિલ કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યા ખાન સર, પોલીસ ધરપકડ કરે તે પહેલાં મોટો નિર્ણય