National News/ ખાન સરને અરેસ્ટ કરવા પહોંચેલી પોલીસ ફેઈલ, પટનામાં રાતભર હજારો વિદ્યાર્થીઓનો હંગામો

પટનામાં પ્રખ્યાત શિક્ષક ખાન સરની(Khan Sir) ધરપકડ કરવા પહોંચેલી પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે રાતભર હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો. ગાર્ડના ફાયરિંગ વીડિયો બાદ ખાન સર પર આર્મ્સ એક્ટ હેઠળ FIR નોંધાઈ છે. વાંચો અહેવાલ.

NATIONAL Top Stories India Education
Khan Sir

Khan Sir Patna Controversy 2026: બિહારના પટનામાં મોડી રાત્રે ભારે હોબાળો અને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જ્યાં પટના પોલીસ પ્રખ્યાત શિક્ષક ખાન સર (ઉર્ફે ફેઝલ ખાન) ની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી હતી. પોલીસ ટીમ જેવી જ ખાન સરની ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ (KGS) કોચિંગ સેન્ટર પર પહોંચી, કે તરત જ મોટી સંખ્યામાં સમર્થક વિદ્યાર્થીઓ ત્યાં જમા થઈ ગયા હતા. પોલીસે રાતભર કેમ્પસ પર દબાણ બનાવી રાખ્યું હતું અને વિદ્યાર્થીઓને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓ ત્યાંથી હટવા બિલકુલ તૈયાર નહોતા. હજારો વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શનના કારણે સંપૂર્ણ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો અને માહોલ અત્યંત તણાવપૂર્ણ બની રહ્યો હતો.

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદ માત્ર રાતભરના હંગામાનો નથી, પરંતુ તેની પાછળ પટનાના બે મોટા કોચિંગ સેન્ટર્સ વચ્ચે ચાલી રહેલી વર્ચસ્વની ખતરનાક લડાઈ છે. ખાન ગ્લોબલ સ્ટડીઝ (KGS) ના સંચાલક ફેઝલ ખાન (ખાન સર -Khan Sir) અને જ્ઞાન બિંદુ કોચિંગના ડાયરેક્ટર રૌશન આનંદ વચ્ચેનો વિવાદ હવે પોલીસ કેસ અને ફાયરિંગ સુધી પહોંચી ગયો છે.

વિવાદની શરૂઆત: 27 મે 2026 ના રોજ બિહાર પોલીસ ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. રિઝલ્ટ આવ્યા બાદ બંને કોચિંગ સેન્ટર્સે પોતાના ત્યાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનો દાવો કર્યો હતો. આ બાબતને લઈને સંપૂર્ણ પટના શહેરમાં મોટા-મોટા પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા હતા.

બેનર ફાડવા પરથી શરૂ થઈ બબાલ: એવો આક્ષેપ છે કે ખાન સરના સ્ટાફે જ્ઞાન બિંદુ કોચિંગના બોર્ડ પર પોતાનું બેનર ચીપકાવી દીધું હતું, જેના કારણે વિવાદ વકર્યો હતો. આ ઝઘડો એટલો વધી ગયો કે 2-3 જૂનની રાત્રે બંને જૂથો વચ્ચે સામસામે ભારે તોડફોડ, પથ્થરમારો અને ફાયરિંગ થયું હતું.

Khan Sir

વાયરલ વીડિયોએ બદલી નાખી કેસની દિશા

શરૂઆતમાં આ ફાયરિંગ અને તોડફોડના કેસમાં વિરોધી કોચિંગના ડાયરેક્ટર રૌશન આનંદની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક નવા વીડિયોએ આખા કેસનું વલણ બદલી નાખ્યું છે.

આર્મ્સ એક્ટ હેઠળ FIR: વાયરલ વીડિયોમાં ખાન સરનો (Khan Sir) એક સિક્યોરિટી ગાર્ડ હવામાં ગોળીબાર કરતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ ફૂટેજ મળતા જ પટના પોલીસે તાત્કાલિક KGS કોચિંગ સેન્ટર પહોંચીને તપાસ કરી હતી અને ખાન સરના બે ગાર્ડની અટકાયત કરીને તેમના હથિયારો ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી આપ્યા છે. આ વીડિયોના આધારે પટના પોલીસે હવે ખાન સર (Khan Sir)વિરુદ્ધ આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે, જેના કારણે હવે પોલીસની સીધી નજર ખાન સર પર ટકેલી છે.

પટના પોલીસ સામે મોટો પડકાર(Khan Sir)

વિદ્યાર્થીઓના આક્રોશ અને ભારે વિરોધને જોતાં પટના પોલીસ હાલ બેકફૂટ પર છે અને આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વિસ્તૃત નિવેદન આપ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે હજારો વિદ્યાર્થીઓની સુરક્ષા વચ્ચે પોલીસ ખાન સરની ધરપકડ ક્યારે કરી શકે છે અને શિક્ષણના આ મોટા ગઢમાં શરૂ થયેલી આ ગૅંગવૉર જેવી લડાઈ ક્યારે શાંત પડશે.


આ પણ વાંચો : ખાન સરના કોચિંગ સેન્ટર પર પથ્થરમારો અને તોડફોડ, પોલીસે ફાયરિંગનો દાવો નકાર્યો, ગાર્ડ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : NEET પેપર લીક મામલે NTA એ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું

આ પણ વાંચો : NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર