Sabarkantha News ; સાબરકાંઠાના વિજયનગરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વિજયનગરમાં બીજે દિવસે પણ વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદને કારણે એક તરફ ઠંડક પ્રસરી છે જ્યારે બીજીતરફ ઉનાળુ પાકને નુકસાનને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અગાઉ બનાસકાંઠાના પાલનપુર તથા આસપાસના ગામોમાં મીની વાવાઝોડાથી બાજરી અને પપૈયા જેવા પાકને ભારે નુકશાન થયું હતું. જેને કારણે ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો,.
તે સિવાય પાટણના સિધ્ધપુર, કચ્છ, અમરેલી, જામનગર જીલ્લાના અનેક ગામોમાં વિજળીના કડાકા અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે ઉનાળુ પાકમાં નુકશાન થયું હતું.
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
