Ahmedabad News/ બોપલમાં સિક્યુરિટી ગાર્ડને ઉડાડનારા સગીરના બિલ્ડર પિતાની ધરપકડ

2 દિવસથી એકલો કેમિકલ ફેક્ટરીમાં છુપાયો હતો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના બોપલમાં 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે સિક્યોરિટી ગાર્ડને ઉડાવી દેનાર સગીરના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે. બર્થડે પાર્ટીમાં દીકરાને જવા માટે પિતાએ મર્સિડીઝ કાર આપી હતી. જેનાથી એક નિર્દોષ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે પહેલા સગીર સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ હવે બિલ્ડર મિલાપ શાહ પોલીસની કસ્ટડીમાં આવી ગયો છે.ગ્રામ્ય હેડ ક્વાર્ટર SP મેઘા તવારે જણાવ્યું હતું કે, 14 સપ્ટેમ્બરે કિશોરે અકસ્માત કર્યો હતો. ત્યારબાદ કિશોરને નજરકેદ કર્યો હતો. પિતા જાણતા હતા કે, સગીર છે છતાં ગાડી આપી હતી. બીએનએસની કલમ 105નો ઉમેરો કર્યો છે. બીએનએસ કલમ 183 મુજબ નિવેદન લેવામાં આવ્યા છે. કારચાલક કિશોર સામે એમવી એક્ટ કલમ 181નો ઉમેરો કરવામાં આવ્યો છે. કિશોરના પિતા આરોપી મિલાપ શાહ સામે MV એક્ટ કલમ 199નો ઉમેરો કરવામાં આવ્યો છે.

કિશોરના નિવેદનમાં જાણવા મળ્યું કે, કિશોર પિતા મિલાપ શાહની મંજુરીથી ગાડી લઈ નિકળ્યો હતો. ​​​​​​​કિશોરે કબૂલ્યું છે કે, તેને કારથી એક વ્યક્તિને ઉડાવ્યો છે. આરોપી મિલાપ શાહની ધરપકડ થવાની હોવાથી આરોપી ઘરેથી નાસી ગયો હતો. 2 દિવસ સુધી એકલો મિત કેમિકલ ફેક્ટરીમાં છુપાયો હતો. ત્યાથી પરિવારના અલગ અલગ સભ્યોના ઘરે છુપાતો હતો​​​​​​​. આરોપીની આંબલી રોડ પરથી સ્વિફ્ટ કારમાંથી ઝડપી પાડ્યો છે. ​​​​​​​આરોપીની ત્રણ દિવસમાં રિમાન્ડ માટે કોર્ટમાં માગણી કરવામાં આવશે.
બોપલમાં પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર હંકારી સિક્યોરિટી ગાર્ડ ગોવિદસિંગને કચડી નાખી મોતને ઘાટ ઉતારનાર 17 વર્ષીય સગીરને બીબીએ પ્રથમ વર્ષની પરીક્ષા હોવાથી જુવેનાઇલ કોર્ટે વચગાળાની જામીનમુક્તિ સાથે 24 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે. તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે. એન. નિમાવતે તથ્ય પટેલ અને વિસ્મય શાહ વિરુદ્ધ લાગેલી બીએનએસ-105 (સદોષ માનવવધ) કલમ ઉમેરવા પોલીસની અરજી ગ્રાહ્ય રાખવાનો આદેશ કર્યો હતો.

સગીરના પિતાએ કારની ચાવી આપી બેદરકારી દાખવી હોવાથી તેમની સામે ગુનો નોંધવાની કલમ ઉમેરવાનો આદેશ કર્યો હતો.આ કેસમાં પોલીસે સગીરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો. સગીર તરફે વચગાળાની કરેલી જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે, સગીર બીબીએના પ્રથમ વર્ષમાં ભણે છે. તેની પરીક્ષા હોવાથી વચગાળાના જામીન આપવામાં આવે. આથી કોર્ટે સગીરના ભાવિને ધ્યાને રાખી 24 સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીનનો આદેશ કર્યો હતો.બીજી તરફ તપાસ અધિકારી સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનાર સાક્ષીના નિવેદનના આધારે બીએનએસની કલમ 105નો ઉમેરો કરવા અરજી કરતા સરકારી વકીલ અમિત તિવારીએ દલીલ કરી કે, આરોપી વિરુદ્ધ તથ્ય પટેલ અને વિસ્મય શાહ જેવો કેસ છે.

નાની વયે સગીરને મોંઘીદાટ ગાડી આપી માતાપિતાએ બેદરકારી દાખવી છે, જેથી બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ કરાય તો તેના માનસની ગુનાહિત પ્રવૃતિમાં સુધારો થઈ શકે. પિતા મિલાપ શાહ વિરુદ્ધ મનુષ્ય સાપરાધ વધની કલમ 105 ઉમેરી છે. સગીરના પિતાએ પોતાનો બાળક સગીર હોવા છતાં કારની ચાવી આપી ગંભીર બેદરકારી દાખવતા તેમની સામે ગુનો નોંધવામાં આવે. સરકારી વકીલની દલીલને ધ્યાને રાખી કોર્ટે સગીરના પિતા સામે ગુનો નોંધવાની કલમનો ઉમેરો કરવાનો આદેશ કર્યો હતો. 14 સપ્ટેમ્બરે અમદાવાદના બોપલમાં અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું.

આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું હતું કે આ અકસ્માત કરનાર અમદાવાદના બિલ્ડરનો સગીર પુત્ર છે. તે પોતાના મિત્રની બર્થડે પાર્ટીમાં જવાનું કહીને મર્સિડીઝ કાર લઇ ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તે ભાન ભૂલ્યો હતો. આ સાથે એક CCTV પણ સામે આવ્યા છે, જેમાં આ સગીર મર્સિડીઝથી સિક્યોરિટી ગાર્ડને ઉડાવી ભાગતો નજરે ચડે છે.આ અંગેની મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના 34 વર્ષીય યુવાન ગોવિંદ સિંહ રામબરન સિંહ સાઉથ બોપલમાં રહીને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં તેમજ તેમના ભાઈ જસવંત સિંહ રામબરન સિંહ પણ શાશ્વત એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી તરીકે નોકરી કરે છે. બંને ભાઈઓ શનિવારે રાત્રિના સમયે ફરજ પર હતા. દરમિયાન સાડા અગિયારેક વાગ્યાના સુમારે ગોવિંદ સિંહ મારુતિ મેડિકલની સામે આવેલા પાનના ગલ્લા ઉપર તમાકુ લેવા ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર

આ પણ વાંચો:કોર્પોરેટ નોકરીનું સત્ય! 26 વર્ષની યુવતીની હત્યા, અંતિમ સંસ્કારમાંથી આખી ઓફિસ ગાયબ

આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી