Ahmedabad News : અમદાવાદના અમરાઈવાડીમાં એક યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીની આત્મહત્યાને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અમરાઈવાડીમાં રહેતી મેઘા સાયા નામની યુવતીએ 14 તારીખના રોજ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેણે તેના પ્રેમીને વીડિયો કોલ કર્યો હતો. મેઘા સાયા ગાયક કલાકાર હતી અને જયેશ સોઢા નામના ગાયક કલાકારે શોષણ કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
જયેશ સોઢા છેલ્લા ચાર વર્ષથી આ યુવતી સાથે કામ કરતો હતો. જયેશે શોષણ કરતા યુવતીએ આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ ઓક્ષ્પ કર્યો હતો. જયશ સોઢાએ યુવતીને લગ્નની લાલચ આપીને તેનું શોષમ કર્યું હતું. તે સિવાય જયેશ સોઢા પરણિત હોવાનું પણ બહાર આવ્યું છે. જયેશ સોઢા અગાઉ નશાની હાલતમાં પકડાયો પણ હતો. યુવતીના પરિવારજનોએ આરોપીને કડક સજા કરવાની માંગણી કરી છે.
આ પણ વાંચો: ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો, અંબાજીમાં 22 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર ખડે પગે
આ પણ વાંચો: બનાસકાંઠાનાં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, પ્રથમ દિવસે લગભગ બે લાખે દર્શન કર્યા
