Banaskantha/ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર ખડે પગે

બનાસકાંઠામાં આવેલ પ્રસિદ્ધ મંદિર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. મેળાના બીજા દિવસે 305724 ભક્તોએ દર્શનનો લાભ લીધો.

Top Stories Gujarat Breaking News Uncategorized

Banaskantha: બનાસકાંઠામાં આવેલ પ્રસિદ્ધ મંદિર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. મેળાના બીજા દિવસે 305724 ભક્તોએ દર્શનનો લાભ લીધો જયારે 331 ધ્વજારોહન કરવામાં આવ્યું. ભક્તોની આસ્થાનો અદ્ભૂત સંગમ એટલે ભાદરવી પૂનમનો મેળો. અરવલ્લીની ગરિમાળામાં ગુંજ્યા જય અંબેના નાદ. પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ત્યારે વહીવટીતંત્રપણ તેમને સુવિધા સાથે સુરક્ષા આપવા ખડેપગે છે.

આજથી અંબાજી મંદિરમાં થશે ત્રણ આરતી અને મા અંબાના ત્રણ રૂપના દર્શન: જાણો મંદિરના આરતી સમયમાં થયો ફેરફાર - મુંબઈ સમાચાર

અંબાજી 51 શક્તિપીઠમાનું એક ધામ ગણાય છે . અંબાજી મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલ છે. માં જગત જનનીના ધામે માઈ ભક્તોનો બીજા દિવસે ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યું. બીજા દિવસે અંબાજી મંદિરમાં અંદાજે 498944 જેટલા ભક્તોએ દર્શનનો લહાવો લીધો. જયારે ભક્તો દ્વારા મંદિરને કરાતી ધ્વજારોહન નો આંક 521 એ પહોંચ્યો. અનેક માઈ ભક્તો રથ સાથે નાચતા ગાતા માં ના ધામ પહોંચી રહ્યા છે. અંબાજી ધામ એટલે ભક્તિ શક્તિ અને આસ્થા નું કેન્દ્ર છે. ભાદરવી પૂનમના મેળાને ભક્તો માટે યાદગાર બનાવવા તંત્ર પણ ખડે પગે છે.

શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ પોતે ધજાનુ વેચાણ કરે છે. ભક્તોએ ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી પ્રાપ્ત કરવાની રહેશે. સામાન્ય રીતે અંબાજીમાં સાંજે 4:30 બાદ ધજા ચઢાવવામાં આવતી નથી. માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે. નોંધનીય છે કે 1 ઓગસ્ટ 2024થી ધ્વજારોહણનો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.

અંબાજી 51 શક્તિપીઠમાનું એક ધામ ગણાય છે . અંબાજી મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલ છે. માં જગત જનનીના ધામે માઈ ભક્તોનો બીજા દિવસે ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યું. બીજા દિવસે અંબાજી મંદિરમાં અંદાજે 498944 જેટલા ભક્તોએ દર્શનનો લહાવો લીધો. જયારે ભક્તો દ્વારા મંદિરને કરાતી ધ્વજારોહન નો આંક 521 એ પહોંચ્યો. અનેક માઈ ભક્તો રથ સાથે નાચતા ગાતા માં ના ધામ પહોંચી રહ્યા છે. અંબાજી ધામ એટલે ભક્તિ શક્તિ અને આસ્થા નું કેન્દ્ર છે. ભાદરવી પૂનમના મેળાને ભક્તો માટે યાદગાર બનાવવા તંત્ર પણ ખડે પગે છે.

અંબાજી બનશે વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ – Gujarat Mirror

વહીવટીતંત્ર સાથે તાલ મિલાવતા અંબાજી મંદિર ટ્રસ્ટ પણ ભક્તોને સુવિધા પૂરી પાડશે. આ વખતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ યાત્રાળુ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થા સંબંધિત તમામ મહત્વના સ્થળોનું સંકલન કરીને એક QR કોડ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રાઉઝર અને QR કોડ બિલ્ટ ઇન છે. જ્યારે મુસાફર પોતાના મોબાઈલમાંથી આ QR કોડ સ્કેન કરશે ત્યારે અંબાજીમાં વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી સુવિધાઓ દેખાશે. આ કોડ સ્કેન કરી તમે તમારા મોબાઇલ પર પાર્કિંગ, ટિકિટ, દર્શન સહિતની તમામ સુવિધાઓ વિશે માહિતી મેળવી શકો છો.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી

આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં

આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમે આવતાં યાત્રાળુઓ મળશે વીમાકવચ