Ambaji/ અંબાજીમાં ભાદરવી પૂનમે આવતાં યાત્રાળુઓ મળશે વીમાકવચ

યાત્રાધામ અંબાજી (Ambaji) શ્રદ્ધાળુઓને સગવડ પૂરી પાડવામાં એક કદમ આગળ વધ્યું છે. આ વખતે ભાદરવી પૂનમે આવનારા યાત્રાળુઓને તે વીમાકવચ પૂરું પાડશે. યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમનાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખો શ્રદ્ધાળુઓ ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે.

Gujarat Others Breaking News

Ambaji:  યાત્રાધામ અંબાજી (Ambaji) શ્રદ્ધાળુઓને સગવડ પૂરી પાડવામાં એક કદમ આગળ વધ્યું છે. આ વખતે ભાદરવી પૂનમે આવનારા યાત્રાળુઓને તે વીમાકવચ પૂરું પાડશે. યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમનાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખો શ્રદ્ધાળુઓ ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે. આ વખતે પણ અંબાજી આવતાં તમામ યાત્રિકોને વીમા કવચ પૂરૂ પાડવામાં આવ્યુ છે.

અંબાજીમાં ભાદરવી પૂનમ અને ભાદરવી પૂનમનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. આ સમયે કેટલાય સંઘ પગપાળા ચાલીને અંબાજી અને ગબ્બરના દર્શનાર્થે આવે છે. તેમા પણ અંબાજીમાં ભાદરવી પૂનમનું માહાત્મ્ય ખૂબ જ છે. આ સમયગાળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શનાર્થે આવે છે. માતાજીના અનોખા રૂપના દર્શન કરે છે. તેનું મહિમામંડન કરે છે. તેથી શ્રદ્ધાળુઓ સાથેના કોઈપણ અનિચ્છનીય બનાવને પહોંચી વળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આમ તો ધર્મસ્થાનોની આર્થિક સદ્ધરતાં વધતાં ને પ્રવર્તમાન પરિસ્થિતિમાં આંતકવાદી કે ભાંગફોડીયા પ્રવૃત્તિ અને માનવસર્જિત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોની વીમા કવચથી સુરક્ષિત કરી દેવાયા છે. 12 સપ્ટેમ્બર થી શરૂ થયેલાં ભાદરવી પૂનમના મેળામાં મૂળ અંબાજી ધામથી 20 કિલોમીટરનાં વિસ્તારમાં જો કોઇ આવી ઘટના બને તો યાત્રિકોને વીમાકવચનો લાભ મળી શકે છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રુપિયાની માતબર રકમનો વીમો ઉતરાવ્યો છે, જેનું મોટી રકમનું પ્રીમિયમ ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની લી.ને મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યુ છે. આ વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણનાં અનુસાર નક્કી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવેથી અંબાજી મંદિર પર ધજા ચઢાવવાનો લાગશે ચાર્જ…..

આ પણ વાંચો: અંબાજીમાં પૂજા કરવામાં આવ્યા પછી તરત જ પડ્યો વરસાદ

આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?