Ahmedabad News: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની કમી નથી, તો પાણીમાં ડૂબનારાઓની કમી નથી. એનસીઆરબીના આંકડા મુજબ ગુજરાતમાં 2022ના કેલેન્ડર વર્ષમાં 1,959 લોકો ડૂબી ગયા હતા. આ બધા અકસ્માતે ડૂબ્યા હતા. તેમા નહેરમાં કૂદી પડીને આત્મહત્યા કરનારાઓના આંકડા સામેલ નથી.
આ અંગે જણાવાયું છે કે ગુજરાતમાં ડૂબી જવાના કિસ્સામાં મોટાભાગે નહેરમાં પગ લપસવાના લીધે મોત થયા છે અથવા તો નહેરમાં પાણી પીવા જતાં ડૂબી ગયા છે. આ સિવાય નહેરમાં ન્હાવા પડવાના લીધે લોકો ડૂબ્યા છે. તેની સાથે ગામડાઓમાં તળાવમાં ન્હાવા પડવાના લીધે લોકો ડૂબી જાય છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન પાણી ભરેલા ખાડામાં પડવાના લીધે લોકો ડૂબી જાય છે અથવા તો કેટલાય વાહનો પાણીના ભારે વહેણમાં તણાઈ જાય છે. અમુક સ્થળોએ બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો ભરવાના લીધે ડૂબવાના બનાવ બન્યા છે. ગુજરાતમાં હરણી બોટ દુર્ઘટના આનું ઉદાહરણ છે.
આ સિવાય ગણેશ વિસર્જન અને દુર્ગા વિસર્જન દરમિયાન ડૂબવાના બનાવ સૌથી વધુ બને છે. તેની સાથે-સાથે લોકો ફરવા જાય ત્યારે પણ ન્હાવા જતાં ડૂબી જાય છે. આ ઉપરાંત ધોધના પાણીઓમાં ન્હાવા જતાં ડૂબે છે. તેની સાથે જુદા-જુદા ડેમમાં ન્હાવા જતાં ડૂબે છે. આ ઉપરાંત વાહન પાણીમાં ખાબકવાના લીધે પણ ડૂબવાના બનાવ બને છે. ડૂબવાના સૌથી વધુ કિસ્સા મુખ્યત્વે નર્મદા નહેરમાં જ ડૂબવાના બન્યા છે. આ ઉપરાંત ડૂબવાના સૌથી વધુ બનાવ પણ ચોમાસાની સીઝન દરમિયાન જ બને છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક મીમી વરસાદ, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો: સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
આ પણ વાંચો: AMCના બે લાખથી રૂ. 15 લાખના કામોમાં કરોડોની ગોલમાલ: કોંગ્રેસ
