Surat News/ સુરતમાં પારસી મહિલા સાથે છેતરપિંડી

સુરતમાં પારસી મહિલા સાથે છેતરપિંડી (Fraud) આચરવામાં આવી છે. ઇચ્છાપોરમાં બે મહિલા છેતરપિંડીનો ભોગ બની છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં પારસી મહિલા સાથે છેતરપિંડી (Fraud) આચરવામાં આવી છે. ઇચ્છાપોરમાં બે મહિલા છેતરપિંડીનો ભોગ બની છે. તેની પાસે પૌરાણિક સોનાના સિક્કા હોવાનું કહીને 17.50 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. અજાણી ચાર મહિલાઓએ બે મહિલા પાસેથી તેમની પાસે પૌરાણિક સિક્કા હોવાનું કહી રૂ. 17.50 લાખ પડાવ્યા છે. કુંભાર મહોલ્લામાં રહેતા સાસુવહુ આ કાંડનો ભોગ બન્યા છે. ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી આની તપાસ શરૂ કરી છે.

આ પહેલાં સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડી નો ભોગ બન્યા હતા. ભેસ્તાનનાં ઠગ દંપતીએ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા 13 લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી થતા સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોચ્યો હતો.જે બાદ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ઠગ દંપતિની ધરપકડ કરી છે.ઘટનામાં દંપતીએ બે અન્ય કાલ્પનિક નામો પણ ઉપજાવી નાખ્યા હતા.જેમાં એક ગ્લોબલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ કંપનીના કર્મચારી અને અન્ય એક એશિયન શેલ કંપનીના મોબાઈલ નંબરના ધારક નો સમાવેશ થાય છે.સમગ્ર મામલે એ.સી.પી. એન પી ગોહિલ એ જણાવ્યું હતું કે વીમા એજન્ટ મુલ્હાસ ભાઈ માળી ભેસ્તાન ખાતે રહેતા રવી જરીવાળા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાળા ના ઘણા સમયથી સંપર્કમાં હતા. જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત છે.

દરમ્યાન બંને પતિ પત્નીએ વીમા એજન્ટ ને ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનાં નામે રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે જેવી લોભામણી લાલચ આપી હતી. વિશ્વાસમાં આવેલા વીમા એજન્ટે 10 લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે બેન્ક એકાઉન્ટ અને આંગડિયા પેઢી મારફતે દંપતીને આપ્યા હતા.દંપતી એ લાખોની રકમ પડાવી લીધા બાદ આરોપી વિક્કી જરીવાળાની પત્ની ક્રિશ્ના જરીવાળાએ વીમા એજન્ટના મોબાઈલ whatsapp નંબર પર એક વોઇસ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણીના પતિ ને સુરત એસઓજી ધરપકડ કરી લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.જે બાદ વીમા એજન્ટે રૂબરૂમાં આવી વિકી જરીવાળા ની પત્ની જોડે વાતચીત કરી હતી. બે દિવસ બાદ વિકી જરીવાળા વીમા એજન્ટ મૂલ્હાસભાઈ ને મળ્યો હતો.જ્યાં જણાવ્યું હતું કે, તેઓ દ્વારા જે રૂપિયા દસ લાખની રકમ આપવામાં આવી હતી તે ગાંધીધામ ખાતેની કોઈ ગ્લોબલ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ

આ પણ વાંચો: સુરતના હીરા ઉદ્યોગમાં મહામંદીના લીધે છેતરપિંડીનાં 96 જેટલા કેસ

આ પણ વાંચો: સુરતની ફેશન ડિઝાઈનર સાથે રૂ. 90 લાખની છેતરપિંડી… આરોપીઓએ ગોવા અને સુરત લઈ જઈ હોટલમાં કર્યો બળાત્કાર