Surat News: સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાતાવરણ વચ્ચે મહીધરપુરા હીરાબજારમાં ચોમાસાની જેમ ઉઠમણાની સીઝન ચાલી છે. હીરા ઉદ્યોગમાં આ વર્ષે છેતરપિંડીના 96 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, જે આંકડો આખા ગયા વર્ષ દરમિયાન 93 કેસનો હતો. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મહીધરપુરા હીરાબજારમાં છેલ્લા 20 દિવસમાં બે લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે, જેથી મહિધરપુરા પીઆઈએ પાંચ હજારથી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું.
એક બે દિવસ પહેલાં જ એક હીરા છેતરપિંડીના આરોપીઓનું સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. હીરાબજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણાંની ફરિયાદોને મહીધરપુરા પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આ વર્ષે છેલ્લા 7 મહિનામાં 16 વેપારી 13 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં 27 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ, ચૌહાણે જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં આંકડા સમાંતર મહિના અને સમાંતર વર્ષની દૃષ્ટિએ જોવામાં આવતા હોય છે. તો એ દૃષ્ટિએ જોઈએ તો ગયા વર્ષે અમારે ત્યાં કુલ 13 જેટલા ગુના નોંધાયેલા હતા, જેમાં 13 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયેલા. તેમા 23 જેટલા આરોપીઓની ધરપકડ થયેલી. આ વર્ષે જુલાઈ માસના અંત સુધી જોઈએ તો અમે 16 ગુના નોંધ્યા છે. 14 કરોડ રૂપિયાની છેતરપિંડી છે. 27 જેટલા આરોપીની ધરપકડ થઈ છે. અરજીઓની સંખ્યા જોઇએ તો ગયા વર્ષે 93 જેટલી અરજી હીરાબજારમાં છેતરપિંડીને લગતી હતી, જે અમારા અભિયાનના કારણે આ વર્ષે અમે જે વારંવાર પ્રોત્સાહન આપ્યું, જેના કારણે જુલાઈ મહિના સુધીમાં 96 જેટલી અરજી મેળવી છે અને અમે એ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!
આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં
આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ