Patan News: પાટણ જિલ્લા પોલીસે બાતમીના આધારે શ્રાવણીયો જુગાર રમતા 27 શકુનિને ઝડપી પાડ્યા છે. પાટણ પોલીસે સાંતલપુર, ચારણકા, જોરવરગઢ, પેદાશપુરા, જેઠાસર સહિતના સ્થળે રેડ કરી રોકડ રૂપિયા 54,260 મત્તા સાથે ઝડપી પાડ્યા હતા.
જેમાં, જેઠાસર ગામનાં ભીખાભાઇ આશારામભાઇ જોષી, સંજયભાઇ દિનેશભાઇ ઠાકોર, રાજેશ ઉર્ફે અનીલભાઇ ઠાકોર, સલમાનખાન સાલેખાન બલોચ, સુનીલભાઇ નટુભાઇ ઠાકોર ઝડપાયા હતા.
જેમાં પેદાશપુરા ગામનાં જયંતિભાઇ પ્રભુભાઇ ઠાકોર, દશરથભાઇ રુપાભાઇ આયર, રફીકભાઇ રસુલભાઇ સિપાઇ, ભાવાભાઇ ડાયાભાઇ ઠાકોર, ગણપતભાઇ બાજુભાઇ ઠાકોર, નજીદખાન નશીબખાન મલેક, ગોપાલભાઇ મેરામભાઇ ઠાકોર અને ભારમલભાઇ માદેવભાઇ ઠાકોર ઝડપાયા હતા. જોરવરગઢ ગામનાં ઠાકોર પ્રહલાદભાઇ માધાભાઇ, ઠાકોર પ્રહલાદભાઇ નરસંગજી, ઠાકોર નટવરભાઇ, ઠાકોર પરાગભાઇ વાધાભાઇ, ઠાકોર રમેશભાઇ હરદાસભાઇ ઝડપાયા હતા.
ચારણકા ગામનાં કોલી સનાભાઇ રામજીભાઇ, કોલી ખીમાભાઇ રામજીભાઇ, અરવિંદભાઇ લીલાભાઇ કોલી, જાડેજા જયદિપસિંહ જેમલજી ઝડપાયા હતા. સાંતલપુર ગામનાં પરમાર છગનભાઇ હાજાભાઇ , રાઠોડ રમેશભાઇ ભલાભાઇ, રાજા મહમદભાઇ સાદિકભાઇ અને રાઠોડ રમેશભાઇ કરમશીભાઇ ઝડપાયા હતા.
આ પણ વાંચો:અરવલ્લીમાં દેશ વિરૂદ્ધ લખાણ બદલ બાંગ્લાદેશી યુવક ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…
