Surat News/ સુરતમાં દાનપેટી પ્રતિક મામલે પપ્પુ યાદવ સામે સંત સમાજનો વિરોધ

31 જુલાઈએ સંસદની બહાર પપ્પુ યાદવ (Pappu Yadav)પૂજારીના વેશમાં દાનપેટી લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ દાન આપ્યું હતું અને ત્યારબાદ પ્રતિકાત્મક રીતે ‘ચોરી પકડાઈ’ હોવાનું દર્શાવતું નાટકીય પ્રદર્શન કરવામાં આવ્યું હતું

Top Stories Gujarat Surat
સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ (Pappu Yadav)દ્વારા પૂજારીના વેશમાં દાનપેટી સાથે કરવામાં આવેલા પ્રતિકાત્મક વિરોધ (Protest)બાદ હવે ગુજરાતમાં પણ તેનો વિરોધ તેજ બન્યો છે

Surat News : સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ (Pappu Yadav)દ્વારા પૂજારીના વેશમાં દાનપેટી સાથે કરવામાં આવેલા પ્રતિકાત્મક વિરોધ (Protest)બાદ હવે ગુજરાતમાં પણ તેનો વિરોધ તેજ બન્યો છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને ભારત સાધુ સમાજ (Sant Samaj)ના સંયુક્ત ઉપક્રમે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ દરમિયાન સાધુ-સંતો અને કાર્યકરોએ ‘પપ્પુ યાદવ (Pappu Yadav)મુર્દાબાદ’ અને ‘પપ્પુ યાદવને સંસદમાંથી દૂર કરો’ જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

વિરોધ પ્રદર્શન બાદ સંત સમાજ (Sant Samaj)ના પ્રતિનિધિઓએ કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવીને કડક કાનૂની કાર્યવાહી કરવાની તેમજ પપ્પુ યાદવ (Pappu Yadav)નું સાંસદપદ રદ કરવાની માંગ કરવામાં આવી છે.

ભારત સાધુ સમાજ દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ અને મહામંડલેશ્વર સીતારામદાસજી મહારાજે આક્ષેપ કર્યો કે સંસદમાં સાધુના વેશ અને દાનપેટીનો ઉપયોગ કરીને સંત સમાજની છબી ખરાબ કરવાનો પ્રયાસ થયો છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી સાધુ-સંતોની લાગણી દુભાઈ છે અને સનાતન પરંપરા (Sanatan Dharma)નું અપમાન થયું છે.

શું છે સમગ્ર મામલો?

પપ્પુ યાદવ (Pappu Yadav) પૂજારીના વેશમાં દાનપેટી લઈને પહોંચ્યા હતા

31 જુલાઈએ સંસદની બહાર પપ્પુ યાદવ પૂજારીના વેશમાં દાનપેટી લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ દાન આપ્યું હતું અને ત્યારબાદ પ્રતિકાત્મક રીતે ‘ચોરી પકડાઈ’ હોવાનું દર્શાવતું નાટકીય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયા હતા.

આ ઘટનાને લઈને વિરોધ કરનારાઓનું કહેવું છે કે ધાર્મિક પ્રતીકો અને સંતોના વેશનો રાજકીય વિરોધ માટે ઉપયોગ કરવો યોગ્ય નથી અને તેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.

કડક કાર્યવાહીની માંગ

વિરોધ દરમિયાન સંત સમાજના આગેવાનોએ જણાવ્યું કે જો સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો દેશભરમાં વધુ વ્યાપક આંદોલન કરવામાં આવશે. આવેદનપત્રમાં પપ્પુ યાદવ સામે કાનૂની કાર્યવાહી, નિષ્પક્ષ તપાસ અને સંસદમાંથી બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે.


આ પણ વાંચો : સોનાની ગદા અને 40 દાનપેટી ગુમ! અયોધ્યા રામ મંદિરમાં ચોરીથી હડકંપ

આ પણ વાંચો : ભાવનગર: તસ્કરોએ મંદિરોને કર્યા ટાર્ગેટ, સિંધુનગરમા 2 મંદિરમાં ચોરીની ઘટના, દાનપેટી તોડી રોકડ-પરચૂરણની ચોરી, ચોરની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ,

આ પણ વાંચો : દમણમાં 1 કરોડનું સોનું અને UKના 8 હજાર પાઉન્ડ ચોરાયા, સાથોસાથ મંદિરની દાનપેટીમાંથી પણ ચોરી