જૂનાગઢ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ સુરત એરપોર્ટ પહોચ્યા હતા. સૂરત એરપોર્ટ પર પીએમ મોદીનું પ્લેન લેન્ડ કર્યું હતું. સુરત એરપોર્ટ પર સીએમ, રાજ્યપાલ, ડે સીએમ પીએમનું સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે વલસાડ પણ પહોંચ્યા હતા ત્યાર બાદ જૂનાગઢ પહોંચ્યા છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અહીં મોદીએ 300 બેડની સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
Health sector requires good doctors and paramedical staff. We also want medical instruments to be made in India. Health sector must keep pace with the technological advancements globally: PM Modi in Gujarat's Junagarh pic.twitter.com/c9HDi0Wydy
— ANI (@ANI) August 23, 2018
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “જુનાગઢમાં આગમન થાય અને અમારા નારસિંહભાઈ પઢિયારને મળવાનું ન થાય એ બન્યું નથી. આ ધરતીનું સંતાન નારસિંહભાઇએ સમાજ માટે કેવી રીતે જીવાય એ શિખવાડું છે. હું જૂનાગઢમાં આવ્યો છું સામે બેઠેલા મારા જૂના સાથીઓને જોઇ રહ્યો છું. એક પોતાપણાનો અનુભવ આમે ગીરનારનો સાદ જ એવો હોય છે જેમાં જુદાપણું ન હોય.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે ધરમપુરમાં અદભુત પ્રસંગમાં હાજરી આપવાનો અવસર મળ્યો છે. એક જ દિવસમાં એક જ કલાકમાં 500 કરોડ રૂપિયાની યોજનાઓ એ આ દેશ બદલાઇ રહ્યો છે. એનું જીવતું જાગતું ઉદાહણ છે. જૂનાગઢના જીવનમાં આ સિવિલ હોસ્પિટલ એક કેન્દ્ર બિન્દુ બન્યું છે. નવ વર્ષના ટૂંકાગાળામાં મેડકિલ કોલેજો ઊભી કરાવનું સપનું પુરું થતું જાય છે.”
Government's emphasis on cleanliness is being universally appreciated. Cleanliness is important because a Clean India ensures that people do not suffer from diseases: PM Narendra Modi in Gujarat's Junagarh pic.twitter.com/Z1cwKG1BSQ
— ANI (@ANI) August 23, 2018
મોદીએ જન ઔષધી કેન્દ્રોની વાત કરી હતી. જેનાથી મધ્યમ વર્ગના લોકોના પરિવારના ઘરમાં 70થી 80 ટકા સુધી બચત થવા લાગી છે. તેમણે જણાવ્યું હતું કે, “અગાઉની સરકારને મધ્યમ પરિવારના લોકોને દવાના બોજની ચિંતા ન્હોતી પરંતુ અમારી સરકારે જન ઔષધી કેન્દ્રો ખોલીને લોકોને મોંઘવારીના મારમાંથી બચાવી છે”
આયુષમાન ભારત યોજના અંગે પણ વડાપ્રધાન મોદીએ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું “પરિવારમાં કોઇએક વ્યક્તિને ગંભીર રીતે બીમાર પડે તો તે આખો દેવા નીચે દબાઇ જશે. આયુષમાન ભારત યોજનાનો લાભ દેશના લોકોને થશે. જેનો ટ્રાયલ ચાલું થઇ ગયો છે”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે” આગામી સરકારે એવો નિયમ બનાવ્યો કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્ધોગ ન નાખવો મને ગર્વ છે કે ગુજરાતની ડેરીઓએ બીજા રાજ્યોમાં પણ કામ કરવાનું ચાલું કર્યું છે. હિન્દુસ્તાનના ખેડૂતમાં તાકાત છે પથ્થર પર પાટુ મારી સોનું ઉપજાવે છે. અત્યાર સુધી મધના ઉત્પાદન માટે પ્રોત્સાહન ઉત્પાદન કરીને ખેડૂત વધારાની કમાણી કરાવી છે. આ ઉપરાંત ભારતના ખેડૂતને સિંચાઇની જરૂર છે જે માટે અમે 99 જેટલી યોજનાઓ અમે શોધી કાઢી છે.”
જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જીલ્લાકક્ષાએ ગરીબ પરિવારોને ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે લોકાર્પણ થયું હતું. આ યોજના હેઠળ 15 આવાસો તૈયાર થઇ ગયા છે. જેમાં ગરીબ પરિવારોને મફત લાઈટનું કનેક્શન, ઉજ્જવલા યોજના હેઠળ ગેસના કનેક્શન , એલઈડી બલ્બો, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
સમગ્ર કાર્યક્રમમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક પ્રક્રિયાઓથી ગૃહ્પ્રવેશની વિધિ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે લાભાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, ડીઆરડી નિયામકશ્રી બી.એમ પ્રજાપતિ , તાલુકા વિકાસ અધિકારી બી.એમ વ્યાસ , તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
જામકંડોરણાના ઇન્દિરા નગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ પરિવારને ગ્રૂહ પ્રવેશનો કાર્યક્રમ જયેશભાઈ રાદડીયા ના અધીયક સ્થાને યોજાયો.
જામકંડોરણા ખાતે ઇન્દિરા નગર વિસ્તારમાં કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા ના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારને ઉજાલા યોજના હેઠળ ગૈસ કનેક્શન એલએડી ફ્રી લાઈટ કનેક્શન સહિત લેમ્પ શૌચાલય બાથરૂમ થી સજ્જ પાક્કા મકાન મા ગ્રૂહ પ્રવેશ નો કાર્યક્રમ યોજાયોજના હતો.
આ તકે જયેશભાઈ રાદડીયા એ જણાવ્યું હતું કે ગરીબ પરિવારોને હાથોહાથ સહાય આપી અને ગરીબોને ગરીબથી ઉપર લાવવાનો નિષ્ઠાપૂર્વક નો પ્રયાસ દેસ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયો છે.
આ કાર્યક્રમ મા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, પ્રાંત અધિકારી, ડીઆરડી નિયામકશ્રી બી.એમ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી બી.એમ વ્યાસ, મામલતદાર શ્રી , પીજીવીસીએલ સ્ટાફ અને બહોળી સંખ્યામા લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
