Not Set/ Asian Games 2018: 15 વર્ષીય બાળક શાર્દૂલ વિહાને દેશને અપાવ્યો સિલ્વર મેડલ

જકાર્તામાં ચાલી રહેલી Asian Games માં ભારતે આજે 16મો મેડલ હાંસલ કરી લીધો છે. ભારતને આ સિલ્વર મેડલ શૂટિંગમાં મળ્યો છે. આ મેડલ અપાવનાર એ એક માત્ર 15 વર્ષનો ટાબરિયો છે, આ શૂટર શાર્દૂલ વિહાનને પોતાની પહેલી જ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલને પોતાના નામે કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. એશિયન ગેમ્સમાં ડબલ ટ્રેપ શૂટિંગમાં શાર્દૂલ […]

Top Stories India World Trending Sports
Asian Games 2018: 15-year-old Boy Shardul Vihan bagged the silver medal for India

જકાર્તામાં ચાલી રહેલી Asian Games માં ભારતે આજે 16મો મેડલ હાંસલ કરી લીધો છે. ભારતને આ સિલ્વર મેડલ શૂટિંગમાં મળ્યો છે. આ મેડલ અપાવનાર એ એક માત્ર 15 વર્ષનો ટાબરિયો છે, આ શૂટર શાર્દૂલ વિહાનને પોતાની પહેલી જ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલને પોતાના નામે કરીને દેશને ગૌરવ અપાવ્યું છે.

એશિયન ગેમ્સમાં ડબલ ટ્રેપ શૂટિંગમાં શાર્દૂલ વિહાને જોરદાર અને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે સૌથી વધારે 141 અંક સાથે ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી ત્યારબાદ શાર્દૂલે ફાઈનલમાં સિલ્વર મેડલ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો.

શાર્દૂલ વિહાન મેરઠનો રહેવાસી છે. તે માત્ર સાત વર્ષની ઉંમરથી શૂટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. અત્રે જણાવવું જરૂરી છે કે, શાર્દૂલ વિહાને અગાઉ ક્રિકેટ અને બેડમિંટન જેવી રમતોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. બેટમિંટન કોચે તો શાર્દૂલને આ રમત માટે લાયક સમજ્યો ન હતો, પરંતુ આ પછી તેણે શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાર્દૂલ વિહાન એક દિવસમાં ચાર ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં આવ્યો હતો. વર્ષ 2017માં તેણે શૂટિંગ ચેમ્પિયનશિપના જૂનિયર અને સિનિયર વર્ગમાં ભાગ લઈને વર્લ્ડ નંબર વન અંકુર મિત્તલ અને કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ મોહમ્મદ અસબને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.