Gujarat Weather News: સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદ યથાવત્ છે. ગઈકાલે પણ જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે ધોધમાર વરસાદથી દ્વારકાનગરી જાણે ડૂબી હોય તેવાં દ્દશ્યો જોવા મળ્યાં હતાં. ગીર સોમનાથમાં પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ છલકાયો હતો. સૌથી વધુ દ્વારકામાં સાડા છ ઈંચ વરસાદ પડ્યો છે.
જૂનાગઢના કેશોદનું પસવાડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી પાણીની સતત આવક થઈ રહી છે. સાબરી ડેમના 7 દરવાજા બે ફૂટ ખોલવામાં આવતા તેનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. સાબરી અને બડોદરી નદીના પાણી પસવાડિયા ગામમાં ફરી વળ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 6.5 ઈંચ, જૂનાગઢમાં 5.5 ઈંચ, પાટણ-વેરાવળમાં પોણા પાંચ ઈંચ, તાલાલામાં સવા ચાર ઈંચ, વંથલીમાં પોણા ચાર ઈંચ, માણાવદરમાં ત્રણ ઈંચ, માંગરોળમાં 2.5 ઈંચ, માળિયા હાટીનામાં પોણા 2 ઈંચ, ઉમરગામમાં દોઢ ઈંચ સહિત અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્રેક્ટરમાં બેસી પોરબંદરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોરબંદર શહેર તેમજ ઘેડ વિસ્તારમાં નુકશાનીનો સર્વે, રસ્તાની મરામત, સહાય ચુકવણી, વાડી વિસ્તારમાં વીજળી સહિતના મુદ્દે અધિકારીઓને ત્વરિત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. કલેકટર કે.ડી. લાખાણી દ્વારા કેન્દ્રીય મંત્રીને વરસાદમાં થયેલ નુકસાની દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલ રાહત કામગીરીથી વાકેફ કરાયા હતા. કેન્દ્રીય મંત્રીએ ડિઝાસ્ટર વિભાગ કંટ્રોલરૂમ, બોખીરા અને અસરગ્રસ્તોના આશ્રય સ્થાનની મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
Gujarat Rain Live Update
અમરેલીના રાજુલાના જાફરાબાદ પંથકમાં વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ભરાયા છે ત્યારે હિંડોરણા, ખાખબાઈ સહીત ગામડામાં વરસાદ પડ્યો હતો.
ભટવદર, બારપટોળી આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખાંભા સહીત કેટલાક ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
નવસારી જિલ્લા વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શહેર સહિત જલાલપોર તાલુકામાં વરસાદ ખાબક્યો હતો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર જોવા માલોઈ રહ્યો છે ત્યારે કેશોદના શેરગઢ ગામમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.નદીઓમાં અને ગામમાં પાણી ફરી વળ્યા છે ત્યારે કેશોદથી માળીયાને જોડતો રસ્તો બંધ થયો હતો.
ધંધુકા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે ત્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા કપાસના પાકને નવજીવન મળ્યું છે. ત્યારે કોટડા, જાળીયા, રાયકામાં વરસાદ પડ્યો છે ત્યારે રોજકા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
જૂનાગઢના મેંદરડામાં મેઘો અનરાધાર વરસ્યો હતો ત્યારે ઝીંઝુડા ગામમાં વરસાદે વિનાશ વેર્યો છે.સરોલિયા નદી ગાંડીતૂર બની છે હાલ લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે દોરડા વડે લોકો પસાર થઈ રહ્યા છે.હાલ 50 પરિવારને અવર જવર કરવાની મુશ્કેલી પડી રહી છે ત્યારે ચેકડેમ, કોઝવે અને મંદિરની દિવાલમાં નુકશાન થયું છે.
જુનાગઢ માળીયાહાટીનાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. માળીયાહાટીના પંથકમાં બે કલાકમાં 36MM વરસાદ પડ્યો છે. માળીયા હાટીના પંથકમાં નદીઓ ગાંડીતૂર બની છે. વ્રજમી ડેમમાં નવા પાણીની આવક વધી છે. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે.
ગીર સોમનાથ કલેકટર ડી ડી જાડેજા હિરણ-2 ડેમની મુલાકાતે આવ્યા છે. ભારે વરસાદના કારણે ડેમની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. હિરણ-2 ડેમ તમામ સાતે’ય દરવાજા ખોલી નંખાયા છે. વેરાવળ, પાટણ, તાલાલાને પીવાનું પાણી, ઔદ્યોગિક અને સિંચાઈને પુરૂ પાડે છે. જિલ્લાના તમામ 5 ડેમ 80% ઉપર ભરાયા
પીવાનુ. અને સિંચાઈના પાણીની જરુરિયાત મેઘરાજાએ ગણતરીના દિવસોમાં જ પૂરી થઈ છે. નદીના પટમાં અવર-જવર ન કરવાં અને ઢોરઢાંખર ન લઇ જવા તંત્ર દ્વારા તાકિદ કરાઈ છે.
માંગરોળના સાંગાવાડા ગામે ખેડુતોને મગફળીના પાક ફેલ થયો છે. જ્યારે હાલ વરસાદ શરૂ થયો છે. પરંતુ ખેડુતો પાયમાલ થયા છે. મેંદરડા થી કેશોદ ખોખરડા જવાનો રસ્તો થયો બંધ. મધુવંતી નદીના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. વ્રજમી નદી જોવા લોકો ઊમટ્યા છે.
અમરેલીના બગસરા પંથકમાં મેઘ મહેર થઈ છે. બગસરા, રફળા, સુડાવડ, ઝાંઝરિયા સહિત ગ્રામ્યમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
જુનાગઢના કેશોદમાં બડોદરી નદીનો કહેર જોવા મળ્યો છે. મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું પસવાડિયા ગામે. નદીના ઘોડાપુર વહેતાં રોડ રસ્તા અને ખેતરોનું ધોવાણ છયું છે. જાણ બહાર ડેમના દરવાજા ખોલાતાનો ગામલોકોનો આક્ષેપ છે. પૂરના કારણે બિસ્માર બનતાં રોડને RCC બનાવવા માંગ કરાઈ છે. પસવાડિયાને ઘેડમાં સમાવેશ કરવા ગ્રામજનોની માંગ છે. સંપર્ક વિહોણા ગામમાં પાક અને જમીનને મોટા પાયે નુકશાન થયુ છે. નુકશાન થતા સહાયની માંગ કરી છે.
જૂનાગઢમાં પુલ તૂટ્યો
જૂનાગઢમાં માંગરોળનાં શીલ ગામે નેત્રાવતી નદીનો પુલ તૂટ્યો છે. ગયા વર્ષે સાત લાખ રૂપિયામાં રીપેરીંગ કરાયો હતો. પુલ બંધાયાના એક જ વર્ષમાં પુલનું ધોવાણ થયું છે. ચેકડેમ ટાઇપ પુલ ગયા ચોમાસામાં ધોવાયો હતો. સાત લાખ રૂપિયા પાણીમાં ગયા હોવાની લોકોમાં ભારે ચર્ચા થઈ છે. જૂનાગઢના કેશોદમાં ત્રીજા દિવસે પણ વરસાદ પડ્યો છે. શહેર અને ગ્રામ્યમાં વરસાદ યથાવત. વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ છે વરસાદથી મગફળીના પાકને નુકશાનની સંભાવના છે. જુનાગઢમાં સર્વત્ર વરસાદ ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે.
પોરબંદરમાં દિલધડક રેસ્ક્યુ
ઈન્ડિયન કોસ્ટગાર્ડે પોરબંદરમાંથી એક બીમાર વ્યક્તિનું રેસ્ક્યુ કર્યુ છે. માહિતી મુજબ, મધદરિયે ઝીલ ટેન્કર પર એક વ્યક્તિની તબિયત લથડી હતી. જેમાં વ્યક્તિના દિલના ધબકારા ઘટતાં તબિયત બગડી હતી. બાદમાં અરબ સાગરમાં મધદરિયે ઈન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પહોંચ્યું અને હેલિકોપ્ટરથી બાસ્કેટનો ઉપયોગ કરીને બીમાર વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યું…આ બાદ બીમાર વ્યક્તિને પોરબંદર પહોંચાડી સારવાર આપવામાં આવી છે… ઈન્ડિયન કોસ્ટગાર્ડના મધદરિયે આ રેસ્ક્યૂ ઓપરેશનના વીડિયોની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે…

દ્વારકામાં વરસાદ
દ્વારકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતાં માછીમારો ફસાયા છે. ફાયર વિભાગ અને NDRFની ટીમે રેસ્કયુ કર્યું છે. ફસાયેલા માછીમારોનો સંયુક્ત બચાવ કરાયો છે. લોકોને બચાવ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
ખંભાળિયામાં ભાણવડનો સંતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. 2 દિવસથી ભારે વરસાદને લઈ પાણીનો પ્રવાહ વધ્યો છે. ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે.
ઘેડ પંથકમાં અવિરત વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક ગામો થયા પાણીમાં ઘરકાવ. ઘેડના ગરેજ ગામના આકાશી દ્રશ્યો આવ્યા સામે. વરસાદી પાણીથી તારાજી સર્જાઈ છે. અવિરત વરસેલ વરસાદથી જન જીવન ખોરવાયું છે. દ્વારકામાં હજુ પાણી ઓસર્યા નથી.
24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ 5.3 ઇંચ વરસ્યો વરસાદ. વેરાવળમાં 4.7 ઇંચ, તલાલામાં 4.1 ઇંચ વરસાદ પડ્યો છે. વંથલીમાં 3.7 ઇંચ, મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે.
દેવકા નદીમાં દીપડો તણાયો
વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે. ત્યારે વેરાવળની દેવકા નદીમાં દીપડો તણાઈ આવ્યો હતો. દીપડો વલખાં મારતો મારતો માંડ કિનારે પહોંચ્યો હતો. જે સમગ્ર ઘટનાને સ્થાનિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. વેરાવળના ઉંબા ગામ નજીક પસાર થતી દેવકા નદીમાં આ ઘટના બની હતી.
ગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
