Sports News : ભારતીય મહિલા ટીમ એશિયા કપ 2024 માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન મહિલા ટીમને 7 વિકેટથી હરાવ્યું હતું. હાલમાં એશિયા કપમાં ભારતીય મહિલા ટીમ અને UAEની મહિલા ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં UAEની કેપ્ટન ઈશા રોહિત ઓજાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મોટો સ્કોર બનાવ્યો.
બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે જોરદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. હરમનપ્રીતે 66 રન અને રિચા ઘોષે 64 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનર શેફાલી વર્માએ 37 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ભારતીય મહિલા ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય મહિલા ટીમે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 200 પ્લસ રન બનાવ્યા છે. આ પહેલા ક્યારેય બન્યું ન હતું. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 201 રન એ ભારતીય મહિલા ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે.
T20 ઇન્ટરનેશનલમાં ભારતીય મહિલા ટીમના સર્વોચ્ચ સ્કોર:
UAE સામે-201 રન
ઈંગ્લેન્ડ સામે –
ન્યુઝીલેન્ડ સામે 198 રન –
ઓસ્ટ્રેલિયા સામે 194 રન – 187 રન
ભારતીય મહિલા ટીમે એશિયા કપમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો
201 રન એ મહિલા ટી20 એશિયા કપના ઈતિહાસમાં કોઈપણ ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ભારતીય મહિલા ટીમે પોતાનો જ બે વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ભારતીય મહિલા ટીમે વર્ષ 2022માં મલેશિયાની મહિલા ટીમ સામે 181 રન બનાવ્યા હતા.
મહિલા T20 એશિયા કપમાં સૌથી વધુ સ્કોર બનાવનારી ટીમો:
ભારતીય મહિલા ટીમ – 201 રન
ભારતીય મહિલા ટીમ – 181 રન
ભારતીય મહિલા ટીમ – 178 રન
પાકિસ્તાન મહિલા ટીમ – 177 રન
ભારતીય મહિલા ટીમ – 169 રન
આ પણ વાંચો:ખાવાના શોખીનો અમદાવાદીઓ સાવધાન! સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટની દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો
આ પણ વાંચો:બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે આરક્ષણ વધારવાના નિર્ણયને પલટાવ્યો
