Surat News : સુરતના જ્વેલરી ખાતામાં આગ લાગતા લોકોજા જીવ પડીકે બંધાયા હતા. જ્વેલરી ખાતામાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ છ વાહનો સાથે ધસી આવ્યા હતા. બિલ્ડીંગમાં કેટલાક લોકો ફસાયા હોવાનું કહેવાય છે. આગની આ ઘટનામાં બે મહિલા અને બે પૂરૂષ ઈજાગ્રસ્ત થયા હતા.
કતારગામ ગજેરા સર્કલ પાસે આગની આ ઘટના બની હતી. જેમાં લક્ષ્મી ડાયમંડની બી-3 બિલ્ડીંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગને કારણે ધુમાડો વધુ હોવાથી ફાયર કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. ફાયર કર્મચારીઓે ઓકિસજન માલ્ક પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી
આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી
આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી
