Mahesana News/ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી

મહેસાણાના ખેરાલુમાં (Kheralu) વેપારી (Trader) સાથે ઠગાઈ કરવામાં આવી છે. હરેશ ચૌધરી (Haresh Chaudhary) નામના વેપારીને ચૂનો લગાડવામાં આવ્યો છે. આ વેપારી હરેશ ચૌધરીને પંજાબના વેપારી સાથે વેપાર કરવો ભારે પડયો છે. વેપારીએ કલરના કાચા માલનો વેપાર કર્યો હતો.

Gujarat Others Breaking News
Beginners guide to 26 6 મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી

Mahesana News: મહેસાણાના ખેરાલુમાં (Kheralu) વેપારી (Trader) સાથે ઠગાઈ કરવામાં આવી છે. હરેશ ચૌધરી (Haresh Chaudhary) નામના વેપારીને ચૂનો લગાડવામાં આવ્યો છે. આ વેપારી હરેશ ચૌધરીને પંજાબના વેપારી સાથે વેપાર કરવો ભારે પડયો છે. વેપારીએ કલરના કાચા માલનો વેપાર કર્યો હતો.

પંજાબના વેપારીએ કાચા માલના રૂપિયા ચૂકવ્યા ના હતા. પંજાબના ચાર ઇસમોએ રૂપિયા પણ ચૂકવ્યા ના હતા. હરેશ ચૌધરીને રૂ. 49.75 લાખ પંજાબના વેપારીએ ચૂકવ્યા નથી. લુધિયાણામાં રહેતા ચાર ઇસમો સામે ગુનો નોંધાયો છે. ખેરાલુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો છે. ખેરાલુ જીઆઇડીસીનો આ કેસ છે. દલાલીના બ્હાને પંજાબના ઇસમોએ રૂપિયા ચૂકવ્યા નથી.

હજી થોડા સમય પહેલાં જ મહેસાણાની મહેસાણા અર્બન કોઓપરેટિવ બેન્કનું કૌભાંડ બહાર આવ્યું હતું. તેમાં વેપારીએ લોન માટે કરેલી અરજીના સામે બારોબાર લોન મંજૂર કરી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સુરતમાં રહેતા વેપારી દિનેશભાઈ નાવડિયા અને વિજયભાઈ નાવડિયાને મશીનરી લેવા માટે લોનની જરૂર હોય મહેસાણા અર્બન કો- ઓપરેટીવ બેંકમાં 4 કરોડ 90 લાખની મોર્ગેજ લોન એપ્લાય કરી હતી.

જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ પ્રોપર્ટીની મુલાકાત લીધા પહેલા જ લોન એકાઉન્ટમાંથી 4 કરોડ 88 લાખ રૂપિયા ઉપડી ગયા હતા, જેની જાણ તેઓને કરવામાં આવી પણ ન હતી. જોકે બાદમાં તેઓને 2 લાખ 81 હજાર રૂપિયા વ્યાજ ભરવાનો મેસેજ મળતા તેઓએ બેંકમાં તપાસ કરતા સમગ્ર કોભાંડ સામે આવ્યું હતું. તેઓએ ખાતાની ચેકબુક માંગતા તેમાંથી 3 કોરા ચેક ગાયબ હતા અને જે સહી વિનાના ચેકથી આ રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ સમગ્ર કૌભાંડમાં બેંકના પૂર્વ કર્મી નૈમેષ પટેલ તેમજ સંજય પટેલ અને અન્ય લોકો સામેલ હોય તેઓએ પોલીસમા અરજી કરી હતી. બાદમાં આરોપી નૈમેષ દ્વારા ફરિયાદીના ખાતામાંથી ઉપાડેલી રકમ પરત જમા કરી દેવામાં આવી હતી. આ રીતે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી આશંકા સાથે તેઓ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં સપરિવાર કેનેડા મોકલવાના બ્હાને યુવાન સાથે છેતરપિંડી

આ પણ વાંચો: મહેસાણામાં સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો: મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી