Not Set/ કચ્છ : પ્લાસ્ટિક કંપનીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઇટર પહોંચ્યા ઘટનાસ્થળે

કચ્છ ભચાઉના નંદગામા પાસે ઓસવાલ કંપનીમાં મોડી રાતે 2 વાગ્યાની ભીષણ આગા લાગી હતી.પ્લાસ્ટિક મટીરીયલ બનાવતી કંપનીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.10 થી  વધુ  ફાયરફાઇટરો  ઘટના સ્થળે  દોડી આવ્યા હતા.આ સિવાય ફાયર વિભાગે ફાયર કોલ જાહેર કર્યો  હતો..આગ પર કાબુ મેળવવા ભચાઉ નગરપાલિકામાંથી અને ગાંધીધામ કંડલા થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી […]

Gujarat Others

કચ્છ ભચાઉના નંદગામા પાસે ઓસવાલ કંપનીમાં મોડી રાતે 2 વાગ્યાની ભીષણ આગા લાગી હતી.પ્લાસ્ટિક મટીરીયલ બનાવતી કંપનીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.10 થી  વધુ  ફાયરફાઇટરો  ઘટના સ્થળે  દોડી આવ્યા હતા.આ સિવાય ફાયર વિભાગે ફાયર કોલ જાહેર કર્યો  હતો..આગ પર કાબુ મેળવવા ભચાઉ નગરપાલિકામાંથી અને ગાંધીધામ કંડલા થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આગના કારણે મોટા પ્રમાણમાં નુક્સાન પણ થયું છે

મામલે મળતી માહિતી અનુસાર ભચાઉનાં નંદગામમાં પાસે ઓસવાલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કંપની પ્લાસ્ટિકનું મટિરિયલ બનાવતી હતી. જેમાં કોઇ કારણોસર મોડી રાતે આગ ભભૂકી હતી.

ઘટના સ્થળે 10થી વધુ ફાયર ફાઇટરની ટીમ પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં પ્રયાશો કરવામાં આવ્યા છે. આ કોલને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.મોડી રાતે લાગેલી આગને કારણે આસાપાસની કંપનીઓનાં માલિકોમાં ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં.
આટલા કલાકો બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. તપાસ બાદ જ આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી તેની જાણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.