Ahmedabad News : મુંબઈ સાયબર ક્રાઈમ અને સીબીઆઈના ઓફિસર તરીકેની ઓળખ આપીને છેતરપિંડી કરનારા પાંચ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે દરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ આરોપીઓેએ મુંબઈ સાયબર ક્રાઈમ અને સીબીઆઈના ઓફિસર હોવાની ઓળખ આપીને એક યુવકને કોલ કર્યો હતો.
તેમણે યુવકને મોબાઈલમાં ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલો હોવાનું તથા આ સંદર્ભે તેની વિરૂધ્ધ ભાયખલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે એમ જણાવ્યું હતું. બાદમાં યુવકને આરબીઆઈમાં વેરીફિકેશન કરાવવાને બહાને તેની પાસેથી રૂ. 79,34,639 ની છેતરપિંડી કરી હતી. આ અંગે ગુનો નોંધાતા સાયબર ક્રાઈમ પોલીસે પાંચ શક્સોની ધરપકડ કરી છે. આ પ્રકારે આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતાને આધારે પોલીસ તપાસ કરી રહી છે.
ધરપકડ રપાયેલા ઓરોપીઓમાં સુરતના રવી ઓ.સવાણી, સુમીત એ.મોરડીયા, પ્રકાશ આર.ગજેરા, પીયુશ જે.માલવીયા અને સુરેન્દ્રનગરના કલ્પેશ એમ.રોજાસરાનો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેતી પોલીસે રૂ.12,75,000 રોકડા, 708 સીમકાર્ડ, 64 ચેકબુક, 34 પાસબુક, 49ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, 48 ચેક, 18 મોબાઈલ, દુબઈના 3 મેટ્રો કાર્ડ, બેન્ક એરાઉન્ચની 3 કીટ, 1 મોબાઈલ સ્વાઈપ મશશીન, 1 ઓલ ઈન વન કોમ્પ્યુટર, 2 સીપીયુ, 2 રાઉટર અને એક લેપટોપ કબજે કરવામાં આવ્યા હતા.
આરોપાઓસુરત સરથાણા જકાત નાકા પાસે આવેલ ટાઈમ શોપર કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલી 105 નંબરની દુકાનમાં તથા રોયલ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં બેસીને આ છેતરપિંડી કરતા હતા.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી
આ પણ વાંચો: સુરતના માંડવી પાસે અકસ્માતમાં એકનું મોત
