Mahesana News: મહેસાણામાં રશિયન કંપનીએ (Russian Company) દોઢ કરોડનો ચૂનો લગાવ્યો છે. આ વખતની ચૂનો લગાવવાની પદ્ધતિ થોડી બદલાઈ છે. મહેસાણામાં રશિયન કંપનીએ દોઢ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ચૂનો લગાવનારી રશિયામાં કંપની બનાવી અને ગુજરાતમાં છેતરપિંડી કરી છે.
સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજી (Safe trade World Technology) નામની કંપની બનાવી છે. જનપથ હોટેલ ખાતે મીટિંગ કરીને રોકાણ કરાવ્યું છે. રોકાણકારોને રૂપિયા બમણા કરી આપવાલની લાલચ આપીને આ રોકાણ કરવામાં આવ્યું છે. એજન્ટને પણ રોકાણ કરાવવા ભાગીદારીની લાલચ આપી છે. એક હજાર ડોલરનું રોકાણ કરાવવા લાલચ આપી છે.
રૂપિયામાં રોકાણ કરવામાં આવશે અને ડોલરમાં વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. એકના ડબલ રૂપિયા કરવાની લાલચમાં ચૂનો લગાવવામાં આવ્યો હતો. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કંપનીના માલિક, કંપનીના એમડી અને મુખ્ય એજન્ટ સહિત ચારની સામે ગુનો નોંધાયો છે. રૂપિયામાં ડિજિટલ કરન્સીમાં રોકાણ કરશો અને ડોલરમાં વળતર મળશે તેવી લાલચ આપીને તેઓને ફસાવવામાં આવ્યા હતા.
આ પહેલા મહેસાણાના ખેરાલુમાં (Kheralu) વેપારી (Trader) સાથે ઠગાઈ કરવામાં આવી હતી. હરેશ ચૌધરી (Haresh Chaudhary) નામના વેપારીને ચૂનો લગાડવામાં આવ્યો છે. આ વેપારી હરેશ ચૌધરીને પંજાબના વેપારી સાથે વેપાર કરવો ભારે પડયો છે. વેપારીએ કલરના કાચા માલનો વેપાર કર્યો હતો.
પંજાબના વેપારીએ કાચા માલના રૂપિયા ચૂકવ્યા ના હતા. પંજાબના ચાર ઇસમોએ રૂપિયા પણ ચૂકવ્યા ના હતા. હરેશ ચૌધરીને રૂ. 49.75 લાખ પંજાબના વેપારીએ ચૂકવ્યા નથી. લુધિયાણામાં રહેતા ચાર ઇસમો સામે ગુનો નોંધાયો છે. ખેરાલુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો છે. ખેરાલુ જીઆઇડીસીનો આ કેસ છે. દલાલીના બ્હાને પંજાબના ઇસમોએ રૂપિયા ચૂકવ્યા નથી.
આ પણ વાંચો: મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: મહેસાણામાં સપરિવાર કેનેડા મોકલવાના બ્હાને યુવાન સાથે છેતરપિંડી
આ પણ વાંચો: મહેસાણામાં સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી