Rajkot News : રાજકોટમાં છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક નિવૃત બેન્ક મેનેજર સાથે ઠગાઈ કરવામાં આવી છે. ગઠિયાઓએ આ નિવૃત બેન્ક મેનેજર સાથે રૂ.56 લાખની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ અંગે નિવૃત બેન્ક મેનેજરે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સાયબર ક્રાઈમ પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેની તપાસમાં જુનાગઢ અને બનાસકાંઠાના બેન્ક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.
તે સિવાય અમદાવાદના કેટલાક શખ્સોના બેન્ક ખાતાનો પણ ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. આ ખાતામાં રી. 5 લાખથી લઈને રૂ.10 લાખ સુધીની રકમ જમા થઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ કેસના તમામ આરોપીઓએ બેન્ક ખાતા ભાડે આપ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.આરોપીઓ ખાતા દીઠ રૂ.2 થી 15 હજાર રૂપિયા સુધીનું ભાડુ ચુકવતા હોવાનું પણ તપાસમાં જણાયું છે. આ કેસમાં ધરપકનો આંક હજી વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ
આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી
