Gujarat Rain News/ રાજ્યમાં મેઘરાજાની મહેરઃ છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં પડ્યો વરસાદ

હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી વચ્ચે ગુજરાતને છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બરોબરનું ધમરોળ્યું હતું. તેના લીધે રાજ્યના કુલ 251 તાલુકામાંથી 217 તાલુકા વરસાદથી તરબોળ થઈ ગયા હતા.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: હવામાન વિભાગ (IMD) ની ભારે વરસાદની ચેતવણી વચ્ચે ગુજરાતને છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બરોબરનું ધમરોળ્યું હતું. તેના લીધે રાજ્યના કુલ 251 તાલુકામાંથી 217 તાલુકા વરસાદથી તરબોળ થઈ ગયા હતા. તેમા પણ સૌરાષ્ટ્રમાં તો મેઘરાજાએ પાણીની રેલમછેલ કરી દીધી હતી. આખા ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો હતો. જૂનાગઢના ભેંસાણમાં 6.30 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેના કારણે ચોમેર પાણી ભરાઈ ગયા હતા.

આ ઉપરાંત રાજકોટના ગોંડલ અને અમરેલીના કુકાવાવ વડીયામાં 4.13 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટના જામકંડોરણામાં 4.65 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના દાંતીવાડામાં 3.58 ઇંચ, નર્મદાના નાંદોદમાં 3.07 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 20 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો, જે બતાવે છે કે વરસાદની કેવી કૃપા રહી છે. અમદાવાદમાં પણ 24 કલાકમાં નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી પવનો સક્રિય થયા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે નાગરિકો અને સ્થાનિક વહીવટને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, ગાજવીજ અને ઝડપી પવનોને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. ગાજવીજ અને ઝડપી પવનોના કારણે વીજળીની સમસ્યા અથવા વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ