india news/ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન

NDAએ  ઉપરાષ્ટ્રપતિ પદના નામ પર સીપી રાધાકૃષ્ણન પર પસંદગી ઉતારી છે. આમ NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

Top Stories India Breaking News

નવી દિલ્હીઃ NDAએ  ઉપરાષ્ટ્રપતિ પદના નામ પર સીપી રાધાકૃષ્ણન પર પસંદગી ઉતારી છે. આમ NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત કરતા ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે સીપી રાધાકૃષ્ણન NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિગતવાર ચર્ચા-વિચારણા બાદ સીપી રાધાકૃષ્ણનનું નામ મંજૂર કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે સીપી રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ સંસદીય બોર્ડની બેઠક ફક્ત ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામને અંતિમ સ્વરૂપ આપવા માટે બોલાવવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીમાં વિપક્ષ સાથે પણ વાત કરવામાં આવશે, જેથી ઉમેદવારની પસંદગી સર્વાનુમતે થઈ શકે. નડ્ડાએ કહ્યું કે જેમ અમે પહેલા કહ્યું હતું તેમ, અમે તેમના સતત સંપર્કમાં છીએ. અમારા વરિષ્ઠ નેતાઓ તેમને પહેલા પણ મળ્યા હતા અને ભવિષ્યમાં પણ સંપર્કમાં રહેશે. તેમણે કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળના NDA એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનને નામાંકિત કર્યા છે અને તમામ સાથી પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (સીપી રાધાકૃષ્ણન), જેનો જન્મ 20 ઓક્ટોબર 1957 ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો, તે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહ્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. રાધાકૃષ્ણને તેમની રાજકીય કારકિર્દી આરએસએસ અને જનસંઘથી શરૂ કરી હતી. તેઓ 1998 અને 1999 માં કોઈમ્બતુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2003 થી 2006 સુધી તમિલનાડુ ભાજપ પ્રમુખ હતા.

આમ દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને દક્ષિણમાંથી હોય તેવું પહેલી વખત બનશે. તેમના પહેલા રાષ્ટ્રપતિ બનેલા દ્રૌપદી મુર્મુ ઓડિશામાંથી છે. અને હવે સીપી રાધાકૃષ્ણન તમિલનાડુમાં છે. એક રીતે કહી શકાય કે ભાજપના રાજકારણે હવે દક્ષિણાયન કર્યુ છે. હવે તે દક્ષિણના પ્રદેશોને પણ મહત્વ આપી રહ્યુ છે. આગામી દિવસોમાં તમિલનાડુમાં ભાજપનો પેસારો વધશે તે નિશ્ચિત છે.  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાના પગલે આ હોદ્દો ખાલી પડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જગદીપ ધનખડની ભવ્ય જીત, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત, 14મા ઉપરાષ્ટ્રપતિ બનશે જગદીપ ધનખડ, PM સહિતના મહાનુભાવોએ આપી શુભકામના, 14મા ઉપરાષ્ટ્રપતિ બનશે જગદીપ ધનખડ

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ, જાણો શું છે મતોનું સમીકરણ

આ પણ વાંચો: એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખર બપોરે 12 વાગ્યે તેમનું ઉમેદવારી પત્ર ભરશે