New Delhi News : ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(J P Nadda) ના નિવાસસ્થાને બુધવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) નેતાઓની બેઠક યોજાઈ હતી. આ મીટિંગનો ઉદ્દેશ્ય ગઠબંધન ભાગીદારો વચ્ચે બહેતર સંકલન સુનિશ્ચિત કરવાનો હતો. આંધ્રપ્રદેશ(Andhrapradesh)ના CM ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah) અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરાપુ(Ram Mohan Naidu Kinjarapu) સહિત અનેક અગ્રણી નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર (Nitish Kumar) ચહેરો હશે
આ બેઠક વચ્ચે જનતા દળ (યુનાઈટેડ) ના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે(Rajiv Ranjan Sinh) મંગળવારે જાહેરાત કરી હતી કે NDA 2025ની બિહાર (Bihar) વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)ના નેતૃત્વમાં લડશે. રાજીવ રંજન સિંહે(Rajiv Ranjan Sinh) ન્યૂઝ એજન્સીને કહ્યું, “NDA 2025ની બિહાર ચૂંટણી મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે.”
બિહારમાં NDA ગઠબંધન
બિહારમાં NDAમાં ભાજપ(BJP)ની સાથે જેડી (યુ)(JDU), એલજેપી (LJP) (રામ વિલાસ) અને હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) જેવી પાર્ટીઓ સામેલ છે. બિહાર(Bihar)માં લોકસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જાહેરાત સાથે જ ગઠબંધને સ્પષ્ટ કરી દીધું છે કે નીતીશ કુમાર(Nitish Kumar) આગામી ચૂંટણીમાં મહાગઠબંધનનો ચહેરો હશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી અને સંગઠનની ચૂંટણી પર ચર્ચા
આ પહેલા 18 ડિસેમ્બરે, BJP અધ્યક્ષ જેપી નડ્ડા(J P Nadda)એ પાર્ટી હેડક્વાર્ટરમાં BJP મહાસચિવોની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણી, ભાજપ(BJP)ની સંગઠનાત્મક ચૂંટણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનાત્મક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંસદીય બોર્ડના સભ્ય કે લક્ષ્મણ(K Laxman)ને રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ(K Laxman) અને સહ પ્રભારી સંબિત પાત્રા(Sambhit Patra) પણ હાજર હતા.
2025માં દિલ્હી અને બિહારમાં ચૂંટણીની તૈયારી
NDA એ બિહાર(Bihar) અને દિલ્હી(Delhi)માં 2025ની વિધાનસભા ચૂંટણી માટે ઝડપથી પોતાની રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી(Delhi)માં 2025ની શરૂઆતમાં ચૂંટણી થવાની સંભાવના છે. તે જ સમયે, બિહારમાં NDA એક થઈને નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે.
આ પણ વાંચોઃ નવી સરકારના ગઠબંધન મુદ્દે NDAની દિલ્હીમાં આજે મહત્વની બેઠક, મંત્રીઓ અને ખાતાઓની વંહેચણીને લઈને થશે ચર્ચા
આ પણ વાંચોઃ આજે ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાત, NDAમાં વાપસીને લઈને અટકળોનું બજાર ગરમ
આ પણ વાંચોઃ દિલ્હીમાં NDAની મીટિંગમાં નેતાઓએ હાર પહેરાવીને પ્રધાનમંત્રી મોદીનું કર્યું સ્વાગત
