Gandhinagar News/ ‘શાસ્ત્રથી સોફ્ટવેર’ સુધીની ગુજરાતની ઉડાન! સાયબર સિક્યોરિટી સેમિનારનો પ્રારંભ, કોલેજોમાં રિસર્ચ ફરજિયાત

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ગાંધીનગર (Gandhinagar) માં સાયબર સિક્યોરિટી સેમિનારનું ઉદ્ઘાટન કર્યું. Ph.D. વિદ્યાર્થીઓને ૨ લાખની સહાય અને કોલેજોમાં સંશોધન ફરજિયાત.

Top Stories Gandhinagar Gujarat
Indian Knowledge System Seminar Gandhinagar

Indian Knowledge System Seminar Gandhinagar: ગુજરાત આજે પ્રાચીન વારસાની સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વયનું કેન્દ્ર બની રહ્યું છે. ગાંધીનગરની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ‘ઈન્ડિયન નોલેજ સિસ્ટમ એન્ડ સાઈબર સિક્યુરિટી’ વિષય પર ત્રિ-દિવસીય સેમિનારનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા (Dr Praduman Vaja) એ જણાવ્યું કે, ભારતીય જ્ઞાન પરંપરા અને સાયબર સિક્યોરિટીના સંગમથી ‘વિકસિત ભારત@2047’નું સપનું સાકાર થશે.

Indian Knowledge System Seminar Gandhinagar

શાસ્ત્રથી સોફ્ટવેરની યાત્રા

શિક્ષણ મંત્રીએ કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી ‘શાસ્ત્રથી સોફ્ટવેર’ અને ‘શૂન્યથી સિક્યોરિટી’ની યાત્રાનું નેતૃત્વ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારત આજે વૈશ્વિક શક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને વર્તમાન સમયમાં જ્યારે સાયબર ફ્રોડ એક મોટો પડકાર છે, ત્યારે ગણિતના ઉપયોગ દ્વારા સાયબર સિક્યોરિટીને મજબૂત બનાવવાના સંશોધનો પ્રશંસનીય છે.

સંશોધન અને ઉચ્ચ શિક્ષણ માટે મહત્વની જાહેરાતો

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે લેવાયેલા મહત્વના પગલાંઓ વિશે મંત્રીએ માહિતી આપી હતી કે, હવેથી દરેક સરકારી કોલેજ માટે સંશોધન કાર્ય (Research Work) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ માટે સરકાર દ્વારા પૂરતું ભંડોળ ફાળવવામાં આવ્યું છે અને Ph.D. કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ₹2 લાખની સહાય આપવામાં આવે છે. સરકારનું વિઝન “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્ર સાથે ભારતીય વિરાસત અને આધુનિક સુરક્ષાનો સમન્વય સાધવાનું છે.

Indian Knowledge System Seminar Gandhinagar

Gandhinagar: સેમિનારમાં નિષ્ણાતોનો મેળાવડો

આ ત્રિ-દિવસીય સેમિનારમાં સાઇબર સિક્યોરિટી ક્ષેત્રના તજજ્ઞો, વિદ્વાનો અને શિક્ષણવિદો ભારતીય પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના જોડાણ અંગે વિવિધ સત્રો યોજશે. ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, પ્રિન્સિપાલ ડૉ. ડી.પી. પટેલ અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો:સાઇબર ઠગોની નવી ફ્રોડ સ્ટાઇલઃ ‘પાન કાર્ડ 2.0’  ડાઉનલોડ કરો

આ પણ વાંચો:સાઇબર ફ્રોડના રૂપિયા પરત મળતા દંપતીએ કર્યું દાન

આ પણ વાંચો:નિવૃત્ત બેન્ક મેનેજર સાઇબર ફ્રોડનો ભોગ બન્યા, રૂ. 1.40 કરોડની છેતરપિંડી