Lifestyle: જો તમે પણ બ્યુટી પાર્લર ગયા વિના જ ત્વચાને ચમકાવવા ઇચ્છો છો તો ઘરે જ આસાનીથી બોડી પોલિશિંગ (Body Polishing) કરી શકો છો.
વેલેન્ટાઇન વીક શરુ થવામાં હવે વધારે વાર નથી! 7 ફેબ્રુઆરી 2026 (7 February 2026)ના રોજ આ પ્રેમભર્યું સપ્તાહ શરુ થઇ જશે…જે 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ તમામ 7 દિવસ દરમિયાન પ્રેમીપંખીડાઓ એક અનોખી પ્રેમની દુનિયામાં ઉડાન ભરશે! આ સમયમાં પ્રેમ અને ભાવનાઓને લોક પોતપોતાના અંદાજમાં બયાન કરશે અને વેલેન્ટાઇન ડે (Valentine’s Day) માટે ખાસ કરીને યુવક અને યુવતીઓ ઘણા ઉત્સાહિત હોય છે. આ માટે તેઓ તૈયારીઓ પણ કરે છે અને સાજ-સજ્જા કરે છે. આમાં મુખ્યત્વે વાળ, કપડા અને ત્વચા (Hair, Cloths & Skin)ની સંભાળ સામેલ છે. જો તમે પણ બ્યુટી પાર્લર (Beauty Parlour) ગયા વિના જ ત્વચાને ચમકાવવા ઇચ્છો છો તો ઘરે જ આસાનીથી બૉડી પૉલિશિંગ કરી શકો છો. અહિં અમે તમને એના ઘરગથ્થું સ્ટેપ્સ અને ટિપ્સ (Tips) જણાવીશું…
વેલેન્ટાઇન વીક માટે શી રીતે કરશો બૉડી પૉલિશિંગ (Body Polishing)?
શરીરની ત્વચાના પોલિશિંગ માટે તમારે આટલા સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે.

1. ડ્રાય બ્રશિંગથી શરુઆત કરો
બૉડી પૉલિશિંગ માટે સૌપ્રથમ તમારે સૉફ્ટ બ્રિસલ્સ વાળું બૉડી બ્રશ લેવું. ધીમે-ધીમે એને બ્રશ કરવું. સૌથી પહેલા શરીરના ઉપરના ભાગે અને પછી નીચલા ભાગે બ્રશિંગ (Dry Brushing) કરવું. આમ કરવાથી ત્વચાના મૃત કોષો ( Skin Dead Cells) દૂર થઇ જશે અને રુધિરાભિસરણ વધવાથી સ્કિન જીવંત બનશે.
2. સ્ક્રબિંગ કરો
આ પછી તમારે બ્રાઉન શુગર (Brown Sugar) લેવાની રહેશે. એમાં કોપરેલ અને કોઇ પણ એસેન્શિયલ ઓઇલના કેટલાક ટીપાં મિક્સ કરો. પછી ટુવાલને ગરમ પાણીમાં નિચોવીને ભીનો કરી લો. હવે બૉડીને ઘસી-ઘસીને સાફ કરો. ત્યાર બાદ, તૈયાર મિશ્રણને શરીર પર હળવા હાથે સ્ક્રબ કરો. આ દરમિયાન, કોણી, ઘૂંટણ અને એડીઓ પર રગડો. આ જગ્યાઓ વિશેષ કાળાશ ધરાવતી હોય છે. ત્યાર બાદ, ફરીથી ગરમ પાણીમાં બોળેલા ટૉવેલ વડે શરીરને સ્વચ્છ કરી લો.

3. એક્સફોલિએશન કરો
બૉડી પૉલિશિંગ માટે એક્સફોલિએશન (Exfoliation) અત્યંત જરુરી છે. આ માટે તમારે કૉફી (Coffee) લઇ એમાં જૈતૂનનું તેલ અથવા બદામનું તેલ મિક્સ કરવું ત્યારબાદ આ મિશ્રણથી ધીમે-ધીમે બૉડી મસાજ કરવો.

4. નહાતી વખતે આટલું રાખો ધ્યાન
નવશેકા પાણીમાં 2 ચમચી રોક સોલ્ટ મિક્સ કરી લેવું. સ્કિનને ડિટોક્સિફાઇ કરવા અને મુલાયમ બનાવવા માટે આશરો 15 થી 20 મિનિટ આ પાણીમાં રહેવું કે નહાવું જોઇએ. સિંધાલૂણ (Rock Salt)માં જે મિનરલ્સ (Minerals) હોય છે એ તમારી ત્વચાને કોમળ એક્સફોલિએશન પ્રદાન કરશે જેથી એ તરોતાજા અને યંગ દેખાશે. ત્યાર બાદ, સ્વચ્છ પાણી વડે નાહી લેવું.
5. મોઇશ્ચરાઇઝર લગાવો
અંતે, એક પોષણયુક્ત બૉડી લોશન (Body Lotion) કે ઓઇલની મદદથી આખા શરીરને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરી લો.
તમારી સ્કિન પાર્લર ગયા વિના જ આ ઘરગથ્થુ ટિપ્સથી ઝગમગવા લાગશે..!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…
