Lifestyle: ચહેરાને ખૂબસૂરત અને ચમકદાર બનાવી રાખવા માટે લોકો કેટલાય નુસખા અજમાવે છે. ઘણા લોકો સૂતા પહેલા સ્કિન કેર કરે છે, તો કેટલાક સવારે ઉઠતાવેંત ચહેરા પર નિખાર લાવવા માટે અમુક ખાસ વસ્તુઓનો પ્રયોગ કરે છે. એવામાં જો તમે પણ તમારી ત્વચાને ચમકદાર બનાવવા ઇચ્છો છો તો, સવારે ઉઠયાં બાદ, અમુક નુસખાઓને ફૉલો કરી શકો છો, જેનાથી તમારો ચહેરો આખો દિવસ ફ્રેશ અને ગ્લોઇંગ રહેશે. આ લેખમાં અમે તમને એવી 3 વસ્તુઓ અંગે જણાવીશું કે, જેને અનુસરીને તમે તમારી ત્વચાને હૅલ્ધી અને સૉફ્ટ બનાવી શકો છો.
ચહેરા પર લગાવો એલોવેરા જૅલ
આખો દિવસ ત્વચાનો ગ્લૉ જળવાઇ રહે એ માટે તમે સવારના સમયે ચહેરા પર એલોવેરા જૅલ પણ લગાવી શકો છો. એને લગાવવાથી એ તમારી ત્વચાને અંદરથી મૉઇશ્ચરાઇઝ કરે છે. વળી, એના ઉપયોગથી સ્કિન સૉફ્ટ પણ બની રહે છે. હકીકતમાં, એલોવેરામાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે ત્વચાની શુષ્કતાને દૂર કરે છે. સવારમાં થોડો સમય ફાળવીને હળવા હાથેથી મસાજ કરતા-કરતા તમે એને ચહેરા પર લગાવી શકો છો.
મધનો ઉપયોગ કરો
ત્વચા માટે મધ પણ ઘણું જ ફાયદાકારક હોય છે. એના ઉપયોગથી સ્કિન કુદરતી રીતે ગ્લૉ કરે છે. એમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઑક્સિડન્ટ ઘટકો બેક્ટેરિયાનો ખાત્મો બોલાવે છે. ચહેરા પર મધનું એક પાતળું લૅયર લગાવવું. લગભગ 5-7 મિનિટ સુધી એમ જ રહેવા દેવું. ત્યારબાદ, એને પાણીથી ધોઇ લેવું. મધના ઉપયોગથી તમારી ત્વચા મુલાયમ, તંદુરસ્ત અને ચમકદાર બની શકે છે.

ગુલાબજળનો છંટકાવ કરો
ચહેરાની આભા વધારવા માટે તમે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે, સવારે ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઇ લેવો અને ગુલાબજળને એક સ્પ્રે બોટલમાં નાખીને એનો ચહેરા પર છંટકાવ કરવો. ગુલાબજળને લગાવવાથી ચહેરા પર કુદરતી નિખાર આવે છે.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
