Lifestyle/ સ્મરણશક્તિ વધારવા માટે ખાઓ આ 5 વસ્તુઓ, દિમાગ રહેશે તેજ અને ઍક્ટિવ!

મગજને હૅલ્ધી અને ઍક્ટિવ રાખવા માટે યોગ્ય ડાયેટ જરુરી છે. બ્લ્યૂબેરી, સંતરા, હળદર, કોળાના બીજઅને ડાર્ક ચૉકલેટ જેવા ખાદ્યપદાર્થો

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Lifestyle: શરીરના અન્ય અંગોની જેમ જ મગજને પણ પોષક તત્વોની આવશ્યકતા હોય છે. જો તમારું દિમાગ હૅલ્ધી અને ઍક્ટિવ હશે તો, તમારી યાદશક્તિ પણ મજબૂત રહેશે. આમ તો અમુક પ્રકારના વ્યાયામ દ્વારા અને સપ્લીમેન્ટ્સ ખાઇને પણ મગજને તેજ રાખી શકાય છે પરંતુ, તમને એ જાણીને નવાઇ લાગશે કે, તમે ઘરમાં આસાનીથી ઉપલબ્ધ ખાદ્યપદાર્થો ખાઇને પણ મગજની તંદુરસ્તીને જાળવી શકો છો. વાસ્તવમાં, અમુક વસ્તુઓ એવી હોય છે કે જે સ્મરણશક્તિને વધારવામાં, એકાગ્ર થવામાં અને ઉંમર વધવાની સાથે મગજને નબળું થતું અટકાવવામાં મદદ કરે છે. રિસર્ચમાં એવું સાબિત થયું છે કે, આ ખાદ્યપદાર્થો મગજના સ્વાસ્થ્ય માટે ઘણા જ લાભદાયક છે. તો જરાય વિલંબ કર્યા વિના જાણીશું, મગજને વધુ સશક્ત અને તેજ બનાવતી આ 5 વસ્તુઓ વિશે-

1. બ્લ્યૂબેરી

નાનું દેખાતુ આ ફળ ખૂબ જ ગુણકારી છે. બ્લ્યૂબેરી માં એન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે, જે મગજને કોઈ પણ નુકસાન થવાથી બચાવે છે અને યાદશક્તિ પણ સુધારે છે. એક અઠવાડિયા સુધી દરરોજ થોડી બ્લ્યૂબેરી ખાવાથી મગજ હૅલ્ધી રહે છે.

2. સંતરા

આ યાદીમાં બીજું નામ સંતરાનું છે, જે વિટામિન સી થી ભરપૂર હોય છે. એમાં હાજર રહેલું વિટામિન-સી ફ્રી રેડિકલ્સથી મગજનું રક્ષણ કરે છે અને યાદશક્તિ વધારે છે.

3. હળદર

પોતાના એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફલેમેટરી ગુણો માટે પ્રખ્યાત હળદરમાં ઘણા જ એન્ટિ-ઑક્સિડન્ટ્સ રહેલા હોય છે, જેમાંથી હળદરના પીળા રંગ માટે જવાબદાર એવા એક ઘટકનું નામ છે કર્ક્યુમિન, જેનું કામ શરીરના સોજા ઓછા કરવાનું, મૂડ સારો રાખવાનું અને સ્મરણશક્તિ વધારવાનું છે.

4. કોળાના બીજ

કોળાના બિયાંમાં અન્ય પોષક તત્વોની સાથે-સાથે ભરપૂર માત્રામાં મૅગ્નેશિયમ, ઝિંક અને આયર્ન હોય છે, જે મગજની કાર્યક્ષમતા, મૂડ અને સ્મરણશક્તિ માટે અતિ આવશ્યક છે.

5. ડાર્ક ચૉકલેટ

ચૉકલેટ આપણા સૌની માનીતી છે, એમાંયે ડાર્ક ચૉકલેટ મગજના સ્વાસ્થ્ય માટે અત્યંત જરુરી હોય છે. એમાં ફ્લૅવોનોઇડ્સ અને કેફિન હોય છે જે આપણા મૂડને સારો કરે છે અને સ્ટ્રેસ ઓછો કરવામાં પણ મદદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…