Lifestyle/ ચોમાસામાં પેટ ખરાબ થઇ ગયું છે? 24 કલાકમાં દુરસ્ત કરો, જાણો આયુર્વેદિક ન્યુટ્રિશનિસ્ટ પાસેથી

આયુર્વેદિક ન્યુટ્રિશનિસ્ટે ફૂડ પોઇઝનિંગથી એક જ દિવસમાં આરામ મેળવવા માટેનો એક અસરકારક ઉપચાર બતાવ્યો છે. જેને અજમાવવાથી ઊલટી અને ઝાડાની તકલીફ

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle

Food Lifestyle: ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ વધી જાય છે. વિશેષ કરીને, આ ઋતુમાં પેટસંબંધી તકલીફો ઘણી વધવા લાગે છે. વાસ્તવમાં, વાતાવરણના ભેજને કારણે ખાવા-પીવાની વસ્તુઓ જલદી ખરાબ થઇ જાય છે. આવો ખોરાક ખાવાથી વ્યક્તિને ફૂડ પોઇઝનિંગની અસર થાય છે. એમાંયે વળી, તમને ઝાડા, ઉલટી, પેટદર્દ કે ગૅસ જેવી તકલીફો વારંવાર થતી હોય તો આ લેખ તમારા માટે છે. આ તમામ તકલીફોથી એક જ દિવસમાં છૂટકારો મેળવવાનો એક વિશેષ ઉપાય આયુર્વેદિક ન્યુટ્રિશનિસ્ટે દર્શાવ્યો છે. તો આવો જાણીએ એના વિશે વિસ્તારથી-

શું કહે છે ન્યુટ્રિશનિસ્ટ?

આયુર્વેદિક ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, ફૂડ પોઇઝનિંગ થાય ત્યારે તમે એક અસરકારક આયુર્વેદિક ડિટૉક્સ પ્લાન ફૉલો કરી શકો છો. આ પ્લાનથી તમારુ પેટ સાફ થાય છે એટલુ જ નહિં પરંતુ, પાચનશક્તિ પણ મજબૂત થાય છે.

શું કરવુ?

દાડમની છાલની ચા

આયુર્વેદિક ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, દાડમની છાલમાં એવા ગુણો હોય છે જે, પેટના સંક્રમણને ઓછુ કરે છે અને ઝાડા થયા હોય તો એમાં રાહત પહોંચાડે છે. એને બનાવવા માટે 200 મિલિ પાણીમાં દાડમની સૂકી છાલને ઉકાળવી, ત્યારબાદ દાડમની આ ચાને ગાળી લેવી અને આખો દિવસ થોડી-થોડી માત્રામાં પીવી.

જીરું અને અજમાનું પાણી

પાચન માટે જીરું તથા અજમો, આ બંને અત્યંત ગુણકારી હોય છે તથા પેટમાં ઉત્પન્ન થતા ગૅસનું શમન કરે છે. એને બનાવવા માટે એક ગ્લાસ જેટલા પાણીમાં 1-1 ચમચી જીરું અને અજમાને ઉકાળી લો, નવશેકું થાય ત્યારે એને પી લેવું. આનાથી બ્લોટિંગ અર્થાત્ પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે.

ફૂદીના અને કોથમીરનો જ્યૂસ

ફૂદીનો ઠંડક આપે છે અને પેટને આરામ પહોંચાડે છે, જ્યારે કોથમીર શરીરમાંથી ટૉક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તાજા ફુદીના અને કોથમીરના પાનને પાણીની સાથે પીસીને ગાળી લો અને દિવસમાં એક કે બે વખત પીઓ.

ડિટૉક્સ દરમિયાન શુ ન કરવું?

આયુર્વેદિક ન્યુટ્રિશનિસ્ટ ના જણાવ્યાનુસાર, આ દિવસે અનાજ (રોટલી, ભાત વગેરે) નો ત્યાગ કરવો. ફક્ત ઉપર દર્શાવેલા ત્રણ પીણાં પીવા, જેથી પાચનતંત્રને આરામ મળે અને એ પોતાને દુરસ્ત કરી શકે.

ન્યુટ્રિશનિસ્ટ વધુમાં કહે છે કે, ચોમાસામાં પેટ ખરાબ થવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી જ હોય છે, પરંતુ યોગ્ય સમયે અને યોગ્ય ડિટૉક્સ અપનાવીને તમે ઝડપથી સાજા થઇ શકો છો. આ એક દિવસીય ડિટૉક્સ પ્લાનથી પેટની સફાઈ થાય છે અને એનાથી પાચન સુધરવાની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ મળે છે. જો કે, લક્ષણો વધુ ગંભીર હોય કે પછી લાંબા સમયથી પેટસંબંધી તકલીફો રહ્યાં કરતી હોય તો, સત્વરે ડૉક્ટરનો સંપર્ક સાધવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…