Lifestyle/ હળદરને નવશેકા પાણીમાં મેળવીને રોજ પીઓ, પેટની ચરબી ઝડપથી થશે ગાયબ

હળદરમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ તથા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા પાચનથી માંડીને હૃદયની તંદુરસ્તીને

Trending Tips & Tricks Lifestyle

Lifestyle: પ્રત્યેક ભારતીય ઘરમાં હળદર હાજર જ હોય છે, તેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે જે રસોઈની રંગત વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે હળદર ફક્ત એક મસાલો જ નહિં પરંતુ, જડીબુટ્ટી છે. હળદરમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ઘટકો હોય છે જે શરીરને ઘણા લાભદાયક સિદ્ધ થાય છે.

હળદરના સેવનથી પાચન સુધરે છે, રોગપ્રતિકારક ક્ષમતાને ઉત્તેજન મળે છે વળી, ત્વચાના સ્વાસ્થ્યને નિખારવામાં તથા વજન નિયંત્રિત કરવા ઉપરાંત, હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરવામાં એનાથી સહાયતા મળે છે. અહિં અમે તમને દરરોજ હળદરને પાણીમાં મિક્સ કરીને પીવાના ફાયદા દર્શાવવા જઇ રહ્યાં છીએ.

ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હળદરનું પાણી ત્વચાને લગતી કેટલીયે સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. એનો સોજો ઉતારવાનો ગુણ તથા અન્ય એન્ટિ-ઑક્સિડન્ટ્સ ગુણો ખીલ, ડાઘા અને ચામડીની બળતરાને ઓછી કરી શકે છે. આ ઉપરાંત, તેનાથી ત્વચાનો રંગ ઉઘડે છે અને ચહેરાની ચમક વધે છે. હળદરમાં રહેલા એન્ટિ-ઑક્સિડન્ટ્સ ત્વચાને માટે હાનિકારક એવા મુક્ત કણોને નિષ્ક્રિય કરવાનું, ત્વચાને નુકસાનથી બચાવવાનું તથા ઍજિંગની( વયવૃદ્ધિની) પ્રક્રિયાને ધીમી કરવાનું કાર્ય કરે છે.

પાચનમાં સુધારો કરે છે

હળદરનું પાણી તમારા ડાયજેશન માટે ઘણું જ ઉત્તમ હોય છે. તે પિત્તના ઉત્પાદનને ઉત્તેજન આપે છે જે, ફૅટ્સ પચાવવામાં અને પોષક દ્રવ્યોના અવશોષણમાં મદદરુપ થાય છે. વળી, તે શરીરના સોજા અને પેટમાંથી ઉત્પન્ન થતાં ગૅસને પણ ઓછો કરે છે. પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ ધરાવતા લોકો માટે હળદરવાળા પાણીનું સેવન ઘણું જ ફાયદાકારક હોય છે.

રોગ પ્રતિકારક ક્ષમતામાં વૃદ્ધિ કરે છે

હળદરમાં રહેલાં એન્ટિ-ઑક્સિડન્ટ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ઘટકો શરીરની રક્ષાપ્રણાલીને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેથી શરીર પર બહારથી થતા ચેપ આદિ સંક્રમણો સામે આપણું રક્ષણ થાય છે પરિણામે, વારંવાર થતા રોગોથી તમારો આબાદ બચાવ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…