લખનઉ,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે હવે આ ચૂંટણીને લઈ દેશની રાજકીય પાર્ટીઓ વચ્ચે લોકસભાની સીટોની વહેચણીને લઇ ખેંચતાણ જોવા મળી રહી છે.
આ વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા લખનઉ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રદેશની ૮૦ સીટો અંગે સહમતી સધાઈ છે.
આ પત્રકાર પરિષદને સંબોધતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું,
Mayawati: BSP will contest on 38 seats, SP on 38 seats. Two Lok Sabha seats we have left for other parties and Amethi and Rae Bareli have been left for Congress. pic.twitter.com/lsdCdxKNah
— ANI (@ANI) January 12, 2019
બસપા અને સપા ૩૮ – ૩૮ બેઠકો પર ચૂંટણી લડશે, જયારે ૨ સીટો અન્ય પાર્ટીઓ માટે રિઝર્વ અને રાયબરેલી તેમજ અમેઠીની બેઠક કોંગ્રેસ માટે છોડવામાં આવી છે.
BSP Chief Mayawati: Ye Pradhanmantri Modi ji ki or BJP ke national president Amit Shah, in dono Guru-chele ki neend udane wali press conference hai. pic.twitter.com/0r9VPL4bYW
— ANI (@ANI) January 12, 2019
નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ ઉડાવનારી આ પ્રેસ કોન્ફરન્સ છે.
ભાજપની તાનાશાહીથી લોકો પરેશાન થઇ ચુક્યા છે.
લોકોના હિત માટે સપા અને બસપાનું આ ગઠબંધન થયું છે.
લખનઉ ગેસ્ટ હાઉસ કાંડ કરતા પણ ઉપર ઉઠીને આ ગઠબંધન થઇ રહ્યું છે.
BSP Chief Mayawati: We(BSP-SP) have decided to contest upcoming Lok Sabha elections together, this will lead to a new political revolution in the country. pic.twitter.com/eZcEf5Fq0f
— ANI (@ANI) January 12, 2019
આજે અમે આગામી લોકસભાની ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરીશું અને તે દેશમાં એક રાજકીય ક્રાંતિ તરીકે બહાર આવશે.
BSP Chief Mayawati: Be it BJP or Congress, whoever rules, their policies are mostly the same. For example, we are seeing how both indulged in corruption in defence deals. Congress imposed declared emergency, today there is undeclared emergency pic.twitter.com/aynTqWBpY9
— ANI (@ANI) January 12, 2019
આઝાદીના ઘણા લાંબા સમય સુધી દેશ અને મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ કર્યું છે. કોંગ્રેસના શાસનકાળમાં ગરીબી અને ભ્રષ્ટાચાર વધ્યો છે. કોંગ્રેસ અને ભાજપના વિચારો અને કાર્યશૈલી એક જેવી નજર આવે છે.
રક્ષા ક્ષેત્રમાં પણ આ બંને સરકારો દ્વારા મોટા ગોટાળા કરવામાં આવ્યા છે.

સપના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું, “માયાવતીજી પર ભાજપના નેતાઓએ અશોભનીય ટિપ્પણી કરી હતી, પરંતુ આ નેતાઓ વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હું જણાવવા માંગું છું કે, માયાવતીજીનું સન્માન એ મારું સન્માન છે અને તેઓનું અપમાન એ મારું અપમાન છે.
પ્રદેશમાં હાલમાં અરાજકતાનો માહોલ છે અને ભુખમરી, ગરીબી ચરમસીમાએ છે. ભાજપ ધર્મના નામ પર રાજનીતિ કરી રહી છે અને ભાજપના રાજમાં દરેક વર્ગ પરેશાન છે.
સપા અને બસપાનું ગઠબંધન સ્થાયી છે. ૨૦૧૯માં જ નહિ પરંતુ ૨૦૨૨માં પણ અમે વિધાનસભાની ચૂંટણી એકસાથે લડીશું.
