Vadodara News/ મ.પ્ર.માં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટી 131 મીટરે પહોંચી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદામાં નવુ નીર આવ્યું છે. તેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદામાં નવુ નીર આવ્યું છે. તેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં નર્મદા બંધની સપાટી ફરીથી એક વખત 131 મીટરથી પણ વધુ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં પણ સતત વધતી રહે તેમ માનવામાં આવે છે. તેમા પણ છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે.

હાલમાં મધ્યપ્રદેશ વગેરે સ્થળોએ ભારે વરસાદ થવાના કારણે નર્મદા ડેમમાં 1.23 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને પાણીની આવકના કારણે નર્મદા ડેમની જળસપાટી ઝડપથી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો થવાના કારણે પાવરહાઉસ ફરીથી શરૂ કરી દેવાયા છે. આ પાવરહાઉસ મારફતે વીજ ઉત્પાદન થઈ રહ્યુ છે. હાલમાં નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણીની જાવક જારી છે. આમ આવક કરતાં અડધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થવાના પગલે 31 જુલાઈથી 14 દિવસ માટે નર્મદા બંધના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેથી વધારાનું પાણી નદીમાં છોડી શકાય. નર્મદા બંધની સપાટી જાળવી રાખવા અને સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવા જરૂરી પગલાં લેવામાં આવ્યા પછી આ પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા બંધમાં સતત નવા નીરની આવક જારી રહેવાથી આગામી દિવસોમાં પણ નર્મદા બંધની જળસપાટીમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

અહીં તે યાદ રાખવું જરૃરી છે કે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ બંધમાં પણ પાણીની સપાટી  619 ફૂટને વટાવી ચૂકી છે. અહીં પણ ઉપરવાસમાં ભારે વરસાદના લીધે લાંબા સમયે ધરોઈના બંધે આ જળસપાટી નોંધાવી છે. ધરોઈમાં ભયજનક સપાટીનું સ્તર 622 ફૂટ છે. જો ઉપરવાસમાં આ રીતે ભારે વરસાદ જારી રહ્યો તો આગામી દિવસોમાં ધરોઈ બંધ તેની જોખમી સપાટી વટાવે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નર્મદા બંધની સપાટીમાં સતત વધારો થવાથી પાણી છોડાતા મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: સરદાર સરોવર નર્મદા બંધમાં હાલમાં પણ ૧૨૩.૩૮ મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ

આ પણ વાંચો: રાજ્યમાં ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 પૂલ સંપૂર્ણપણે બંધ