Mantavya Exclusive/ વડોદરામાં શિક્ષણ કૌભાંડ: DEOની ચૂપ્પી, હાઈકમાન્ડ નિષ્ક્રિય

વડોદરામાં શિક્ષણની આડમાં ચાલતા ડમી એડમિશન અને સ્કૂલ-કોચિંગ સાંઠગાંઠની ચોંકાવનારી હકીકતો ખુલ્લી!

Top Stories Gujarat Mantavya Exclusive Vadodara Breaking News

Vadodara News: વડોદરા, ગુજરાતનું શૈક્ષણિક કેન્દ્ર, જ્યાં લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે આવે છે. પરંતુ, મંતવ્ય ન્યૂઝના તાજેતરના સ્ટિંગ ઓપરેશનથી એક એવો ખુલાસો થયો છે, જે શિક્ષણના નામે ચાલતા ગોરખધંધાને ઉજાગર કરે છે. આ સ્ટિંગમાં દેશની જાણીતી કોચિંગ સંસ્થાઓ, એલન અને આકાશ, તેમજ તેમની સાથે જોડાયેલી સ્કૂલોની મિલીભગત ખુલ્લી પડી છે.

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં જાણવા મળ્યું કે, એલન અને આકાશ જેવી કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓને ડમી એડમિશન આપીને સ્કૂલોની હાજરીના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ સંસ્થાઓ વિદ્યાર્થીઓને સ્કૂલમાં હાજર રહેવાની જગ્યાએ, આખો દિવસ કોચિંગ ક્લાસમાં રાખે છે. બીજી તરફ, સ્કૂલો આ વિદ્યાર્થીઓને “પૂર્ણ હાજરી” બતાવીને ફી વસૂલે છે. આ ગેરકાયદેસર “ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ” હેઠળ લાખો રૂપિયા વસૂલવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય દાવ પર લાગે છે.

આ ખુલાસા દરમિયાન વડોદરાના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO) મહેશ પાંડે મંતવ્ય ન્યૂઝના કેમેરા સામે હાથ જોડીને મૌન રહ્યા. તેમણે કહ્યું, “ખાનગી ક્લાસીસ અમારા અધિકારક્ષેત્રમાં આવતા નથી.” પરંતુ, સવાલ એ છે કે વાર્ષિક ઇન્સ્પેક્શન છતાં આ ભૂતિયા વિદ્યાર્થીઓનો ખેલ કેવી રીતે ચાલુ રહે છે? શું શિક્ષણ વિભાગ આ ગેરરીતિઓથી અજાણ છે, કે પછી તેમની નિષ્ક્રિયતા આ કૌભાંડને પોષે છે?

આ સ્ટિંગ ઓપરેશનથી એક વાત સ્પષ્ટ થાય છે કે, એલન અને આકાશ જેવી સંસ્થાઓ શિક્ષણને ધંધામાં ફેરવી રહી છે. વિદ્યાર્થીઓને માત્ર એક કોમોડિટી તરીકે જોવામાં આવે છે, અને માતા-પિતા પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવે છે. સ્કૂલો અને કોચિંગ સંસ્થાઓ વચ્ચેની આ ગુપ્ત સાંઠગાંઠ શિક્ષણ વ્યવસ્થાને ખોખલી કરી રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે, આટલા મોટા કૌભાંડ સામે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ચૂપ છે. શું આ મૌન તેમની નિષ્ક્રિયતા દર્શાવે છે, કે પછી કંઈક વધુ ગંભીર? મંતવ્ય ન્યૂઝના આ સ્ટિંગથી એક વાત સ્પષ્ટ થાય છે કે, શિક્ષણ વિભાગની નબળી દેખરેખ અને નિયમોનું ઉલ્લંઘન આ કૌભાંડોને વધુ હવા આપી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટનો ખેલ- વિદ્યાર્થીઓ ‘ડમી’, પણ ‘કૌભાંડ અસલી’