Lifestyle/ જૂની-પુરાણી ફેશનના સાડી-બ્લાઉઝને તદ્દન નવો લુક આપો, આ ટ્રિક્સથી તમારો વટ્ટ પડી જશે!!

જો તમારા સાડી કે બ્લાઉઝ હવે આઉટ ઑફ ફેશન બની ગયા છે તો…અહિં આપેલી કેટલીક ટ્રિકસથી તમે તમારા આ મોંઘા કપડાને રી-યુઝ કરી શકશો…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle

Lifestyle: જો તમારા સાડી કે બ્લાઉઝ હવે આઉટ ઑફ ફેશન (Out Of Fashion) બની ગયા છે તો તમે એને નવો અવતાર આપી શકો છો. નવી ફેશન સાથે મેળ ખાય એવી રીતે તમારા જૂના કપડાને લુક આપવા માટે અને જેને પહેરીને તમારુ વ્યક્તિત્વ એકદમ સ્ટાઇલીશ લાગે એ માટે અહિં આપેલી કેટલીક ટ્રિકસ (Tricks)તમે અપનાવી શકો છો.

ભારતીય મહિલાઓના વોર્ડરૉબમાં તમને સાડી અને બ્લાઉઝ (Saree and Blouse) તો અચૂકપણે જોવા મળશે જ, પછી એ મહિલા કોઈ પણ પ્રાંતની હોય કે કોઈ પણ રાજ્યની હોય! સાડી પહેરવાની ઢબ અનોખી હોઇ શકે પણ સાડી મોટેભાગે, દરેક ભારતીય સ્ત્રી (Indian Women)ની પહેલી પસંદ હોય જ છે! ઘણી વખત, વારે-તહેવારે અથવા પ્રસંગોમાં લીધેલી કે ભેટમાં આવેલી સાડી બે-ચાર વખત પહેર્યા બાદ પહેરવાનું ગમતુ નથી. પણ એ મોંઘા સાડી અને બ્લાઉઝને ન તો પહેરાય છે કે ન તો કોઇને આપવાનું મન થાય છે! એવા સમયે તમને અહિં અમુક ટ્રિકસ દર્શાવવા જઇ રહ્યાં છીએ જેને ફૉલો કરીને તમે તમારા જૂના પરંપરાગત કપડાંને નવો લુક આપી શકશો અને ફેશનેબલ દેખાવાથી તમારો વટ્ટ પડી જશે! સોનામાં સુગંધ એ વાતની છે કે તમે તમારા આ મોંઘા કપડાને રી-યુઝ (Reusing Cloths) કરી શકશો.

નવી સાડી સાથે મેચ કરો

ડિઝાઇનર બ્લાઉઝ (Designer Blouse)ની સિલાઇ, કાપડ વગેરે પાછળ થતો ખર્ચ ગણીએ તો ઘણો મોંધો પડતો હોય છે અને એ પ્રસંગોપાત જ પહેરવામાં આવતો હોવાથી વર્ષો સુધી નવો જ લાગે છે. તમારા જૂના ડિઝાઇનર બ્લાઉઝને કોઇકને આપી દેવા કરતા કે વોર્ડરૉબમાંથી કાઢી નાખવા કરતા તમે એને તમારી નવી સાડી સાથે નવો લુક આપી શકો છો.આ માટે તમારે એવી સાડી પસંદ કરવી જોઇએ કે જેનો રંગ બ્લાઉઝ સાથે મૅચ થાય અથવા તમે કોઇ કોન્ટ્રાસ્ટ કલર પણ પસંદ કરી શકો છો. વળી બ્લાઇઝને વધારે આકર્ષક બનાવવા માટે તમે લટકણ, મોતી કે ફુમતા લગાવી શકો છો.

સ્લિવલેસ બનાવી શકો

જો તમે સ્લિવ્સ વિનાના બ્લાઉઝ પહેરવાનું પસંદ કરતા હો તો, તમારા જૂના બ્લાઉઝની બાંયોને દૂર કરી શકો છો. જો લાંબી બાંયનો બ્લાઉઝ હોય તો તમે એની સ્લિવ્સ કાપીને ડિપ સ્લિવલેસ બ્લાઉઝ (Sleeveless Blouse) બનાવી શકો અને તેને તદ્દન અદ્યતન લુક આપી શકો છો. તમે કાપેલા ભાગ પર લેસ કે પાઇપિંગ પણ લગાવી શકો છો. કોણી અથવા ખભા સુધીની બાંયો વાળા બ્લાઉઝને તમે તમારા આઇડિયાથી નવી સ્ટાઇલનો બનાવી શકો છો.

ઇન્ડો-વેસ્ટર્ન ટચ આપી શકો

જો તમે જૂના સાડી-બ્લાઉઝથી બોર થઇ ગયા હો તો એને ઇન્ડો-વેસ્ટર્ન ટચ (Indo-Western Touch) પણ આપી શકો છો. તમે બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ દેખાવા માગતા હો તો તમે તમારા વસ્ત્રો સાથે અમુક એક્સપરિમેન્ટ કરી શકો છો. તમારા બ્લાઉઝને મેચિંગ એમ્બ્રોઇડરી જેકેટ સાથે અથવા લાંબા શ્રગ સાથે પહેરો અને એની નીચે એને મેચિેગ ટ્રાઉઝર કે સ્કર્ટ સિવડાવો. આ માટે તમે તમારી સાડીના કાપડનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમારા દેખાવને એક અલગ જ ક્રિએટિવ લુક આપશે. બિલોવી ટ્રાઉઝર કે પછી કૅપ જેકેટ પણ સુંદર લાગશે.

સાડીમાંથી ચણિયા-ચોળી બનાવી લો

જો તમારે આમાંથી કંઇ જ ન કરવું હોય તો, તમે સાડીમાંથી ચણિયા-ચોળી (Chaniya-Choli)બનાવડાવી શકો છો. એક ઘેરદાર ચણિયો જેમાં તમે લેસ પણ લગાવી શકો અને અન્ય મોતીવર્ક અથવા તો સુંદર ફૂમતા કે બોર્ડર લગાવીને અલગ જ પરિધાન ક્રિએટ કરી શકો છો. એને મેચિંગ દુપટ્ટા બજારમાં ઘણી વેરાયટીમાં ઉપલબ્ધ છે તો એને તમે ખરીદીને આ સોંઘા પણ સાડીમાંથી તૈયાર કરાવેલા અફલાતૂન ચણિયાચોળી પહેરીને ફંગશનોમાં આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:પાર્ટનરથી દૂર છો? આ રીતે તમારી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ બનશે મજબૂત, અંતર ‘વિલન’ નહિં બને!

આ પણ વાંચો:શું તમારી નેઇલ પોલીશ સુકાઇ ગઇ છે? જો જો એને ફેંકી ન દેતા! આ ટિપ્સથી ફરીથી વાપરવા લાયક બની જશે..