Ahmedabad News:આજે સવારે અમદાવાદના (Ahmedabad) બાપુનગર વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિરનું તાળું રઝાક આલમ નામના વ્યક્તિએ તોડી નાખ્યું. તેણે મંદિરમાં (Temple) સ્થાપિત રામદેવપીરની મૂર્તિ તોડવાનો પ્રયાસ કર્યો. તેણે મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ પણ ઉથલાવી દીધી.આ ઘટના બાદ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની પૂછપરછ શરૂ કરી, પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે.
આ કેસમાં બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનુસાર સોનારિયા બ્લોક બાપુનગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે, તેની નજીકના રસ્તા પર રામદેવજી મહારાજની એક નાની ડેરી છે.આજે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્યાં મૂર્તિ તોડી નાખી હતી. ત્યારબાદ કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતાં બાપુનગર પોલીસ અને ગાયકવાડપુરા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી.આ કેસમાં પૂજારીએ ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે અને તે વ્યક્તિને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ત્યાં એક અજાણ્યો વ્યક્તિ હતો, જે માનસિક રીતે અસ્વસ્થ લાગતો હતો અને મોડી રાત્રે ત્યાં તોડફોડ કરતો હતો અને તેની બાજુમાં સૂતો હતો. તેથી જ લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરી અને તે વ્યક્તિને અહીં લાવવામાં આવ્યો.
આપને જણાવી દઈએ પુજારીએ અનુસાર આ યુવાન રાત્રે દારૂ પીધેલી હાલતમાં મંદિર પાસે સૂતો હતો અને વહેલી સવારે તેણે મંદિરની ડેરીમાં તોડફોડ કરી અને મૂર્તિમાં પણ તોડફોડ કરી. તોડફોડ કર્યા પછી, યુવક દારૂ પીધેલી હાલતમાં પોતાના ધર્મના નારા લગાવીને અને મૂર્તિમાં તોડફોડ કરીને ખુશી વ્યક્ત કરી રહ્યો હતો. આ ઘટના બાદ, પુજારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો.પુજારીની ફરિયાદના આધારે, બાપુનગર પોલીસે 32 વર્ષીય રઝાક આલમની અટકાયત કરી છે. પોલીસના પ્રારંભિક નિવેદન મુજબ, રઝાક આલમની માનસિક સ્થિતિ સારી નથી અને તે માનસિક હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ છે. જોકે, શું તે યુવાન ખરેખર માનસિક રીતે બીમાર છે? પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલમાં બાપુનગર પોલીસે પૂજારીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના રહેવાસી સાથે 5.91 લાખની છેતરપિંડી કરનારા મહારાષ્ટ્રના આરોપીની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદમાં શાંતિપુરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં મહિના પહેલાં જ નોકરીએ લાગેલા યુવાનનું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં વેજલપુરમાં અસામાજિક તત્વોને જાહેરમાં આતંક, રસ્તા પર થઈ મારામારી
