Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. પહેલાં અમદાવાદમાં ભાગ્યે જ અકસ્માત થતાં હતા, હવે કોઈ દિવસ ભાગ્યે જ એવો જાય છે જ્યારે અકસ્માત થયો ન હોય. અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો.
અમદાવાદમાં બાઇકસવાર યુવાનને પૂરઝડપે આવતા ટ્રેલર ચાલકે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતને નજરે જોનારાઓના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલકે બાઇક ચાલકને મારેલી ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રીતસરનો હવામાં ફંગોળાયો હતો અને જમીન પર પટકાતા જ ગંભીર ઇજાઓના લીધે તેનું તરત જ મોત થયું હતું.
પોલીસે અકસ્માતગ્રસ્ત ટ્રેલરને જપ્ત કર્યુ છે અને અકસ્માત કરીને ભાગી ગયેલા ડ્રાઇવરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
નજરે જોનારા જણાવ્યા મુજબ સરદાર પટેલ રિંગરોડ પર શાંતિપુરા સર્કલથી એપલવૂડ તરફ જતાં સર્વિસ રોડ પર એક ટ્રેલરની નીચે મૂળ ળ તમિલનાડુનો એન્જિનયર યુવક બાઇક સાથે આવી જતાં તેનો મૃત્યુ થયું છે. મૂળ તમિલનાડુના ચેન્નાઈનો રહેવાસી અને હાલ સરખેજ સાણંદ રોડ પર અપના ઘર નામની પીજીમાં રહેતા તેમજ સેમીકંડક્ટર કંપનીમાં મહિના પહેલાં જ નોકરી પર લાગેલા નારાયણ ગણેશ નામનો 24 વર્ષનો યુવાન સવારે બાઇક લઈને નોકરી પર જતો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. સરદાર પટેલ રિંગ રોડ પર શાંતિપુરા સર્કલથી એપલવૂડ તરફ જવાના રોડ પર ટ્રેલરની વચ્ચેના આયર્નનો ભાગ બાઇકમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતના કારણે શાંતિપુરા સર્કલ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકોનું કહેવું હતું કે આ રસ્તા પર ભારે વાહનો અને ટ્રેલર ચાલકો બેફામ રીતે વાહન ચલાવે છે અને લોકોને સતત જીવનું જોખમ રહેલું જ છે. આ રસ્તો જાણે અકસ્માત ઝોન બની ગયો છે. જો આ રીતે બેફામ વાહન ચલાવતા ટ્રેલર ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ પ્રકારે અકસ્માતો સર્જાતા જ રહેશે.
આ પણ વાંચો: Ahmedabad News/ગાંધીનગરમાં અમિત શાહ 217 કરોડના પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે,નવીનીકરણ કરાયેલા સરદાર બાગને ખુલ્લો મુક્યો
આ પણ વાંચો: Ahmedabad News/બાવળા ચીફ ઓફિસરને RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, રૂ.15,000નો દંડ ફટકારાયો
આ પણ વાંચો: Ahmedabad News/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
