Ahmedabad News/ ગાંધીનગરમાં અમિત શાહ 217 કરોડના પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે,નવીનીકરણ કરાયેલા સરદાર બાગને ખુલ્લો મુક્યો

લાલદરવાજા સ્થિત ભદ્રકાળી માતાનાં મંદિરે દર્શન કર્યા

Gujarat Ahmedabad

Ahmedabad News : કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. ગઈકાલે 30 ઓગસ્ટે તેમણે ગણપતિ પંડાલની મુલાકાત દઈ દર્શન અને આરતી કર્યા હતા. તેમણે અમદાવાદમાં આજે 31 ઓગસ્ટે તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં નવાવાડજમાં અર્બન ફોરેસ્ટ વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત બાદ લાલદરવાજા સ્થિત ભદ્રકાળી માતાનાં મંદિરે દર્શન કર્યા હતા.

અમિત શાહ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગોતા અને ચાંદલોડિયા વોર્ડમાં નવા બનેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે અમદાવાદમાં તમામ કાર્યક્રમો બાદ તેઓ ઘાટલોડિયાના સોસાયટી ચેરમેન અને સેક્રેટરીઓ સાથે મુલાકાત કરી હતી. જ્યાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી, શહેર પ્રમુખ અને ધારાસભ્ય સાથે ભોજન લીધું હતું.

સાંજે તેઓ ગાંધીનગરમાં ગુજરાત પોલીસનાં 534 જેટલાં વાહનો, જનરક્ષક અભિયાનનાં 500 જેટલાં વાહનો અને ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત 217 કરોડના ખર્ચે બનાવેલાં આવાસોનું લોકાર્પણ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત