Mahisagar News/ મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં 12 મુખ્ય આરોપીમાંથી એકની ધરપકડ

રાજ્ય સરકારે પણ કૌભાંડને ગંભીરતાથી લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે

Gujarat Others

Mahisagar News : મહીસાગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત થયેલા આશરે 123 કરોડ રુપિયાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.CID ક્રાઇમ બ્રાન્ચે સાઠંબા વિસ્તારમાંથી આ કૌભાંડમાં 12 મુખ્ય આરોપીઓમાંથી અલ્પેશ પરમારની ધરપકડ કરી છે. વાસ્મો (WASMO) કચેરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો અલ્પેશ પરમાર કૌભાંડના મુખ્ય આરોપીઓમાં એક માનવામાં આવે છે.

મહીસાગર જિલ્લામાં 123 કરોડ રુપિયાના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચની ટીમે લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયરને ઝડપી પાડ્યો છે. સાઠંબા ખાતેથી આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને ઝડપીને લુણાવાડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં હાલમાં લુણાવાડા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ નલ સે જલ કૌભાંડમાં કુલ 12 સરકારી કર્મચારીઓ સામે તપાસ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 3ની ધરપકડ થઈ ચૂકી છે.

વાસ્મો યુનિટના મેનેજર ગિરિશ અગોલાએ વડોદરા ખાતે CID ક્રાઇમ બ્રાન્ચમાં ગત 22 જૂને ફરિયાદ નોંધાવી હતી. CID ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદને આધારે અત્યાર સુધી મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 3 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા ઇજારેદારો પૈકી 4 ઇજારદાર એમ મળી કૂલ 17 કૌભાંડીઓને ઝડપી પાડ્યા હતા. અન્ય 111 કોન્ટ્રાક્ટરો સામે પણ ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. બીજીતરફ આરોપીઓ CID ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરતા ભૂગર્ભમાં ઊતરી ગયા છે. રાજ્ય સરકારે પણ કૌભાંડને ગંભીરતાથી લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત