Bagdana Controversy/ Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !

Bagdana Controversyના વિવાદમાં હવે મુંબઈ કનેકશન ખૂલ્યુ છે. બગદાણાના ટ્રસ્ટી અને મુંબઈમાં ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરની સાથે નવનીત બલોધિયા પર થયેલા હુમલાના કેસનો છેડો અડ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Bagdana Controversyમાં મુંબઈ જોડાણ ખૂલ્યુ છે. મુંબઈના ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરને આ વિવાદનો છેડો અડ્યો છે.

Bagdana Controversy: સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ બગદાણા ધામ (Bagdanadham Controversy)ના સેવક અને ભૂતપૂર્વ સરપંચ નવનીત બલોધિયા (Navneet Balodhiya) પર થયેલા હુમલામાં હવે મુંબઈ કનેકશન ખૂલ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. આ વિવાદ પણ મુંબઈથી શરૂ થયો હતો અને હવે કનેકશન પણ મુંબઈનું હોવાનું માનવામાં આવ્યુ છે.

જાણીતા માયાભાઈ આહિરે (Mayabhai Ahir)  જણાવ્યું હતું કે યોગેશ સાગર (Yogesh Sagar)  બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી છે, પણ વાસ્તવમાં તે ટ્રસ્ટી (Truestee) જ છે. આ યોગેશ સાગર મુંબઈ ભાજપના વિધાનસભ્ય (MLA) પણ છે અને બગદાણા ધામના ટ્રસ્ટી પણ છે. તેથી હવે તેઓને થયુ હોઈ શકે છે કે નવનીત બલોધિયાને કોણે ડહાપણ ડહોળવાનું કહ્યુ હતું કે ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી વચ્ચેનો તે ફોડ પાડે.

Bagdana Controversyમાં મુંબઈ જોડાણ ખૂલ્યુ છે. મુંબઈના ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરને આ વિવાદનો છેડો અડ્યો છે.

ટ્રસ્ટીઓની વાતમાં આશ્રમના એક સેવકે વચ્ચે પડવાની ક્યાં જરૂર હતી. તે એક સેવક છે અને તેની કામગીરી સેવા પૂરતી સીમિત રખે. ટ્રસ્ટી કે મેનેજિંગ ટ્રસ્ટી જે પણ હોય તેમા નવનીત બલોધિયાએ (Navneet Balodhiya) માથુ મારવાનું ક્યાં જરૂર હતી. આમ નવનીત બલોધિયાએ આ રીતે માયાભાઈને ફોન કરીને તેની હદ વટાવી હોવાનું ટ્રસ્ટી માનતા હોઈ શકે છે. તેથી આખો આ હુમલો મુંબઈના ઇશારે કરવામાં આવ્યો હોવાની પ્રબળ સંભાવના હોવાનું પણ માનવામાં આવે છે.

આના પગલે આગામી દિવસોમાં ગુજરાત પોલીસે (Gujarat Police) છેક મુંબઈ સુધી પણ લાંબા થવું પડે તો આશ્ચર્ય નહીં થાય. મુંબઈમાં રહેતા બગદાણા ધામના ઘણા ટ્રસ્ટીઓના નિવેદન લેવાની પણ ફરજ પડી શકે છે. આ ઉપરાંત નવનીત બલોધિયાને મારનારાઓ ફોન પર તેનો વિડીયો દેખાડતા હતા અને કોલ કરતા હતા તે પણ બતાવવામાં આવી શકે છે.

Bagdana Controversyમાં મુંબઈ જોડાણ ખૂલ્યુ છે. મુંબઈના ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરને આ વિવાદનો છેડો અડ્યો છે.

જ્યારે નવનીત બલોધિયાનો આક્ષેપ છે કે માયાભાઈએ માફી માંગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યુ છે અને તેણે જ મારા પર હુમલો કરાવ્યો છે. મારા પર હુમલો થયો તે દિવસે તેનો ફોન પણ મારા પર આવ્યો હતો અને મળવા આવું છે તેમ જણાવ્યું હતું.

Bagdana Controversy

ભાવનગર જિલ્લાના બગદાણા વિવાદે (Bagdana Controversy) હવે ગંભીર રાજકીય વળાંક લીધો છે. પીડિત યુવકને ન્યાય અપાવવાના મુદ્દે રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. અગાઉ કેટલાક નેતાઓ અને સંગઠનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ખુલ્લેઆમ પીડિત યુવકના સમર્થનમાં આવ્યા છે.

ધારાસભ્ય સુધીર વાઘાણીએ હનુમાન હોસ્પિટલ ખાતે જઈ પીડિત યુવકની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં તેમણે યુવકની સારવાર, તેની હાલત અને સમગ્ર ઘટનાની વિગતો અંગે પરિવારજનો સાથે ચર્ચા કરી હતી. મુલાકાત બાદ ધારાસભ્ય વાઘાણીએ મીડિયાને સંબોધતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “આ ઘટનામાં જે કોઈ પણ ચમરબંધી, પ્રભાવશાળી કે રાજકીય પીઠબળ ધરાવતી વ્યક્તિ સંડોવાયેલી હશે, તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવી જ પડશે.”

તેમણે કહ્યું કે આ મામલો માત્ર એક વ્યક્તિનો નહીં, પરંતુ સમાજના ન્યાય અને કાયદાની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે. જો આવા બનાવોમાં દોષિતોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તે સામાન્ય નાગરિકોમાં ભય અને અવિશ્વાસ ફેલાવશે. તેથી સરકાર અને વહીવટીતંત્રએ કોઈ પણ દબાણમાં આવ્યા વગર બગદાણા વિવાદ મામલે સખ્ત પગલાં લેવા જોઈએ.

Bagdana Controversyમાં મુંબઈ જોડાણ ખૂલ્યુ છે. મુંબઈના ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરને આ વિવાદનો છેડો અડ્યો છે.

Bagdana Controversyના મામલે ધારાસભ્યો રજૂઆત કરશે

Bagdana Controversy મામલે ધારાસભ્યો સોમવારે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરશે ધારાસભ્ય સુધીર વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, આ મુદ્દે તમામ સંવેદનશીલ ધારાસભ્યો સોમવારે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરશે. તેઓ મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર ઘટનાની વિગત રજૂ કરીને દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરશે. “પીડિત યુવકને સંપૂર્ણ ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને, તે માટે સરકારની સ્પષ્ટ અને કડક કાર્યવાહી જરૂરી છે,” તેમ તેમણે ઉમેર્યું.

બગદાણા વિવાદ (Bagdana Controversy)ને લઈને હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. એક તરફ પીડિતને ન્યાય અપાવવાની માંગ ઉઠી રહી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર પર દબાણ પણ વધી રહ્યું છે. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો પણ આ મુદ્દે નજર રાખી રહ્યા છે અને ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે.

હાલ બગદાણા વિવાદ (Bagdana Controversy) મામલે આગામી દિવસોમાં શું પગલાં લેવાશે અને સરકાર શું નિર્ણય કરશે, તેના પર સૌની નજર ટકી છે. બગદાણા વિવાદ હવે માત્ર સ્થાનિક ઘટના ન રહી, પરંતુ રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગર બગદાણા મારામારી કેસમાં નવો વળાંક, સુરતની મહિલાનો નવનીત બાલદીયા પર ગંભીર આરોપ

આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને

આ પણ વાંચો: જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: લાલબાગ વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ