Gujarat News: સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાયનો વિવાદ સતત વકરતો જઈ રહ્યો છે. વિવાદમાં હવે હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે (Mayabhai Ahir) પણ ઝંપલાવ્યું છે. તેમને ટીપ્પણી કરી કે, સામે ચાલીને દ્વારકાધીશ (Dwarkadhish)થી મોટું ન થવાય, આ બધું પુસ્તકમાં છાપી નાખ્યું તે ભૂલ ન કહેવાય. સનાતનને તોડવાનો પ્રયત્ન ન કરો, સાથે રહીને પૂજા કરો. તેમના નિવેદન આપતો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ (Video Viral) થયો છે.
તેમણે જણાવ્યું કે, તમે વારંવાર આવી વસ્તુઓ કરી રહ્યાં છો, દ્વારકામાં ફરકે એવી કોઈ 52 ગજની ધજા અન્ય મંદિરમાં ફરકતી નથી. આ છપાયેલી વાત એ લોકો કરે છે, તેમજ આ વાતને જાણી જોઈને મોટી કરવામાં આવી રહી છે. પગે લાગીને વિનંતી કરીએ છીએ કે સનાતન ધર્મને તોડો નહીં, તેની પૂજા કરો.
સ્વામીના નિવેદન પર કબરાઉ ધામના ગાદીપતિ મણિધરબાપુ (Manidhar bapu) બગડયા હતા. દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળ (Gurukul)ના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણીધરબાપુએ આ ટિપ્પણી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. મણીધરબાપુએ નીલકંઠ ચરણસ્વામીના નિવેદનને ટાંકીને કહ્યું કે, “આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય જેમ ફાવે તેમ બફાટ કરે છે, તેમને પૈસા આપવાનું બંધ કરો.”
મણીધરબાપુએ જણાવ્યું હતું કે, આ સ્વામીનારાયણ સંપ્રદાયનો બફાટ ચલાવી લેવામાં નહીં આવે, તેના સામે યોગ્ય પગલાં લેવાની જરૂર તેને જણાવી હતી. ઉગ્ર થઈને કહ્યું કે, “હું મોગલધામ કબરાઉથી ચારણઋષિ કહું છું કે, સનાતન ધર્મને જે ધક્કો પહોંચાડ્યો છે, તેને હું આતંકવાદી કહું છું. કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટું કોઈ નથી. હું આને કંપની કહું છું. આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય જેમ આવે તેમ બફાટ કરે છે. શું લખી રહ્યા છે? શું આ તેમના ઘરનો ધંધો છે? શું કોઈ કાયદો નથી? આમને કોઈ કહેવાવાળું નથી? માં મોગલની કૃપાથી બાપુએ આદેશ આપી દીધો છે.”
રાજકોટ (Rajkot)માં સ્વામીનારાયણ સાધુની ભગવાન દ્વારકાધીશ (Dwarikadhish) પર વિવાદિત ટીપ્પણી મામલે સુરત (Surat) વેડ રોડ મંદિરના નીલકંઠ સ્વામીનું વિવાદિત નિવેદન (Controversial comment) સામે આવતાં વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેમનું કહેવું છે કે મહારાજ કહે અમે દ્વારિકા ગયેલા ત્યારે દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી, મોટું મંદિર બનાવો, ભગવાન અમારી સાથે વડતાલ આવવા નીકળ્યા હતા. દ્વારકાપતિ મહારાજને કહે આપ કોઈ મોટું ધામ કે વિશાળ મંદિર બનાવો, દ્વારકાધીશ કહે તો મારી ઈચ્છા છે કે ત્યાં મારે નિવાસ કરવો છે. સચિદાનંદ સ્વામી આગળ દ્વારકાધીશ સ્વયં પ્રગટ થયા હતા તેમ નીલકંઠ સ્વામીએ ટિપ્પણી કરી છે. દ્વારકાધીશ સ્વયં એક સ્વરૂપે સ્વામી સાથે વડતાલ આવવા નીકળ્યા હતા તેવી ટિપ્પણી કરતા ફરીથી વિવાદ વકર્યો છે.
આ પણ વાંચો:રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો વીડિયો વાયરલ
આ પણ વાંચો:વીરપુર જલારામ બાપા વિશે ટિપ્પણી મામલે સાંસદ પરિમલ નથવાણીએ X પર કરી પોસ્ટ