Ahmedabad News: રાજકોટ અગ્નિકાંડ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરતાં ફાયર એનઓસી અને બીયુ મંજૂરી વગરની પ્રોપર્ટી સામે કાર્યવાહી કરી હતી અને તેને સીલ કરવામાં આવી હતી. અમદાવાદમાં બીયુ પરમિશન અને ફાયર વિનાની 50થી વધુ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સીલ કરાયેલી તમામ ફૂડ કોર્ટ અને રેસ્ટોરા હવે શરૂ કરવાની મંજૂરી કોર્પોરેશને આપી દીધી છે. ફાયર એનઓસી અને બીયુ મંજૂરી વગરની ફૂડ કોર્ટો અને રેસ્ટોરન્ટોના સંચાલકોને પોતાની જવાબદારી પર ચાલુ કરવા મંજૂરી આપી છે.
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાની મિલકતો સામે કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન અને ફાયર વિનાની 50થી વધુ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સીલ કરવામાં આવેલી તમામ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ અને હવે ખોલી આપવાની પરમિશન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપી દેવામાં આવી છે. ફાયર NOC અને બીયુ પરમિશન વિનાની ફૂડ કોર્ટો અને રેસ્ટોરન્ટોના સંચાલકોને પોતાની જવાબદારી પર ચાલુ કરવા મંજૂરી આપી છે.
ત્રણ મહિનામાં બીયુ પરમિશન લેવાની રહેશે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (એસ્ટેટ) રિદ્ધેશ રાવલે જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ જે પણ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાના હતા તેને સીલ મારવામાં આવ્યા હતા. જે ફૂડ કોર્ટને રેસ્ટોરન્ટને રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં બોન્ડ (બાહેંધરી) લઈ અને ખોલી આપવામાં આવશે. જેમાં એક મહિનામાં ફાયર NOC અને ત્રણ મહિનામાં બીયુ પરમિશન લેવાની રહેશે.
લોકોના જીવ સાથે ફરી ચેડા કરવામાં આવી રહ્યા છે
માત્ર રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં એક મહિનાનામાં ફાયર સેફ્ટી અને ત્રણ મહિનામાં બીયુ પરમિશન લેવાની બાંહેધરી લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે પણ લોકોએ ગેરકાયદેસર રીતે બીયુ અને ફાયર NOC વિનાના રેસ્ટોરન્ટો અને ફૂડ કોર્ટ ચલાવતા હતા. તેઓને હવે ફરીથી ચાલુ કરવાની પરવાનગી આપી દેતા અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ લોકોના જીવના જોખમને લઈને ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવી નથી. ત્યારે હવે સમય આપીને તંત્ર દ્વારા લોકોના જીવ સાથે ફરી ચેડા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી છે
શહેરના એસજી હાઈવે અને રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અનેક ગેરકાયદેસર બીયુ પરમિશન વિના પતરાના શેડ અને કન્ટેનર ઊભા કરીને ફૂડ કોર્ટ અથવા રેસ્ટોરન્ટ બનાવી દેવામાં આવી છે. કેટલાક ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ દ્વારા ફાયર NOC અને સાધનો લગાવવામાં આવ્યા નહોતા. રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ દોડધામ કરી સીલ મારવાની કાર્યવાહી કરી હતી. તેઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે, હવે રિપોર્ટ રજૂ થયા બાદ તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી છે.
જીવના જોખમે પરવાનગી આપવામાં આવી છે
જે રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટને ફાયર NOC અને બીયુ પરમિશન નહોતી તેઓએ પોતાના જીવના જોખમે ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો ફાયર એનઓસી અને સાધનો ન હોય તેવા ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ માલિકોએ એક મહિનામાં તેને લગાવ્યા બાદ શરૂ કરવાના રહેશે અને બીયુ પરમિશન ન હોય તો ત્રણ મહિનામાં લેવાની રહેશે. જે લોકો પતરાના શેડમાં પણ પોતાના ફૂડ કોર્ટ અથવા કાફે ચલાવતા હોય તો તેઓએ ઇમ્પેક્ટ ફી અંતર્ગત મંજૂરી અથવા ત્રણ મહિનામાં બીયુ પરમિશન લઈ લેવાની રહેશે.
ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટો સીલ કરવામાં આવી હતી
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે માત્ર પતરાના શેડ અથવા તો ખુલ્લી જગ્યામાં પાકું બાંધકામ કરી ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન તેમજ પશ્ચિમ ઝોન સહિતના દરેક ઝોનમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓએ માત્ર કેટલાક જ ફૂડ કોર્ટ અને આવી રેસ્ટોરન્ટોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરમિશન અને ફાયર NOC વિનાની અનેક એવી ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટને તેઓએ ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવી હતી. તાત્કાલિક ઇમ્પેક્ટ ફીમાં અરજી કરાવી અને તેને ચાલુ રાખવાનો છૂટો દોર ખુદ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને વોર્ડ ઇન્સ્પેક્ટરોએ આપ્યો હતો.
ઇમ્પેક્ટ ફી માટે અરજી કરવાની બારોબાર સુચના આપી દેવાઇ
સૂત્રો મુજબ હવે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં બાંહેધરી લઈ અને ફૂડ કોર્ટ તેમજ રેસ્ટોરન્ટ ચલાવવાની પરવાનગી આપી દેવામાં આવતા વોર્ડ ઇન્સ્પેક્ટરો અને એસ્ટેટ વિભાગના અધિકારીઓએ તમામ આવા જે સ્ટીલ નથી કરવામાં આવેલા તે તમામ લોકોને પણ બ્લુ પરમિશન અને ઇમ્પેક્ટ ફી માટે અરજી કરવાની બારોબાર સુચના આપી દેવાઇ છે. જેના કારણે તેઓની સામે પણ કડક કાર્યવાહી ન થાય.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો
