Vadodara News/ ખોડખાંપણ વાળુ બાળક જન્મતા ડોક્ટર પર આરોપ લગાવી લોકોએ હોબાળો મચાવ્યો, ડોક્ટરની ધરપકડ

પોલીસે સમગ્ર હકીકતથી વાકેફ થઈને જનની હોસ્પિટલના ડો.વસંત શ્રોફ અને તેમના પુત્રની અટકાયત કરી

Gujarat Vadodara

Vadodara News : વડોદરામાં ખોડખાપણવાળુ બાળક જન્મતા પરિવારજનોએ હેગામો મચાવી દીધો હતો. જેમાં ડોક્ટર પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ બનાવની વિગત મુજબ વડોદરાના બાજવા ગામમાં જનની સર્જીકલ હોસ્પિટલમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો.  સોનોગ્રાફી કરવા છતાં બાળક ખોડખાંપણ વાળુ છે તેની ડોક્ટરને ખબર નહીં પડ્યાનો લોકોએ આરોપ લગાવ્યો છે. બાળકના પરિવારજનોએ હંગામો કરતા ડોક્ટરના પુત્ર સાથે બબાલ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી અને ડો.વસંત શ્રોફ અને તેમના પુત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના બાજવા ગામમાં સ્થિત જનની સર્જિકલ હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાને દાખલ કરવામાં આવી હતી. આ મહિલાએ ગર્ભાવસ્થાના આઠ માસ બાદ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકને એક હાથનું કાંડુ જ નહોતુ. જેથી પરિવારે હોસ્પિટલના ડોક્ટર પર આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો.

પરિવારે આરોપ લગાવતા કહ્યું હતું કે, ડોક્ટરે આઠ માસ સુધી સોનોગ્રાફી કરી તો બાળક ખોડ ખાંપણ વાળુ છે તેની ખબર કેમ ના પજનની હોસ્પિટલમા બાળકના પરિવારજનોએ હોબાળો કરતા ડોક્ટરના પુત્ર સાથે બબાલ થઈ હતી. ડોક્ટર સામે સોનોગ્રાફીમાં બેદરકારી દાખવવાનો બાળકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. હોસ્પિટલમાં હોબાળો થયો હોવાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી. પોલીસે સમગ્ર હકીકતથી વાકેફ થઈને જનની હોસ્પિટલના ડો.વસંત શ્રોફ અને તેમના પુત્રની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી વિધર્મી યુવકે મહિલા પર ગુજાર્યો બળાત્કાર

આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા

આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં