Kadi News : ગુજરાતના કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. અઘ્રણી રાજકીય પક્ષો આ બેઠકો પર પેટા ચૂંટમીનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. દરેક રાજકીય પક્ષ પોતાની ઈમેજ જનતાની નજરમાં ઉજ્જવળ કરવા માટે મથી રહ્યો છે. રાજકીય નેતાઓ અને અગ્રણીઓ પોતાના પક્ષ સિવાયના પક્ષો વિશે અપપ્રચાર પણ કરી રહ્યા છે. જો કે બીજા પક્ષનો અપપ્રચાર કરવા જતાં ઘણીવાર પોતાના પક્ષ વિશે જ અયોગ્ય નિવેદન નીકળી જતા હોય છે. નેતાઓની જીભ લપસી જતા કેટલીકવાર પોતાના પક્ષનો જ અપપ્રચાર કરી બેસે છે. આવો જ એક કિસ્સો કડી બેઠક પર થનાર પેટાચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Baldevji Thakor) સાથે બન્યો છે.
ગુજરાતમાં આવનારા દિવસોમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી થવાની છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવી બનાવેલ પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે. અત્યારે બંને બેઠક પર રાજકીય પક્ષો જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. જેમાં કડી બેઠક પર થનાર પેટા ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી જતાં તેમણે કોંગ્રેસ વિરુદ્ધ જ નિવેદન કરી દીધું છે. Baldevji Thakor ને પુછવામાં આવ્યું કે, કોંગ્રેસ કયા કારણોથી આ બેઠક પર પેટા ચૂંટણી જીતશે ? આ સવાલના જવાબમાં બળદેવજીએ ભૂલથી કોંગ્રેસે નાના માણસોને હેરાન કર્યા છે અને દાદાગીરી કરે છે તેવું કહી દેતા ચકચાર મચી ગઈ છે.
કડી બેઠક પર થનાર પેટાચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Baldevji Thakor) ની જીભ લપસી જતા તેમણે કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસએ દાદાગીરી કરી છે અને નાના માણસોને હેરાન કર્યા છે. કોરડા ગામની પ્રાથમિક શાળાનો હવાલો આપતા તેમણે કહ્યું કે, કોરડા ગામની પ્રાથમિક શાળાની હાલત બિસ્માર છે. કડીની જનતા હવે સરકારને ઓળખી ગઈ છે.
ગુજરાતમાં કડી બેઠક યોજાનાર પેટાચૂંટણી માટે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા (Ramesh Chavada) ને પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને ટક્કર આપવા માટે ભાજપે જોટાણા ગામના વતની રાજેન્દ્ર ચાવડા (rajendra chavada) ને ઉમેદવાર બનાવ્યા છે. હવે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે જંગ જામશે.
આ પણ વાંચો:રત્ન કલાકારોને મોતના મોઢામાં મોકલનાર ‘રત્ન’ની ધરપકડ
