MANTAVYA Vishesh/ રત્ન કલાકારોને મોતના મોઢામાં મોકલનાર ‘રત્ન’ની ધરપકડ

સુરતના રત્ન કલાકારોની બધી રીતે માઠી દશા બેઠી છે.  એકબાજુએ હીરા ઉદ્યોગમાં મંદી છે. તેઓ તેમનો રોજગાર માંડ-માંડ ટકાવી રહ્યા છે. કેટલાયે બેકારીના લીધે આત્મહત્યા કરવાની ફરજ પડી છે. આવામાં સુરતના કપોદ્રામાં અનભ જેમ્સ નામના કારખાનામાં વોટર કૂલરનું પાણી પીધા પછી 118 રત્ન કલાકારોની તબિયત લથડી હતી.

Mantavya Vishesh

સુરતના રત્ન કલાકારોની બધી રીતે માઠી દશા બેઠી છે.  એકબાજુએ હીરા ઉદ્યોગમાં મંદી છે. તેઓ તેમનો રોજગાર માંડ-માંડ ટકાવી રહ્યા છે. કેટલાયે બેકારીના લીધે આત્મહત્યા કરવાની ફરજ પડી છે. આવામાં સુરતના કપોદ્રામાં અનભ જેમ્સ નામના કારખાનામાં વોટર કૂલરનું પાણી પીધા પછી 118 રત્ન કલાકારોની તબિયત લથડી હતી. આના પગલે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક સમયે તો એમ પણ માની લેવાયું હતું કે આ બધાએ સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે કે શું.

રત્ન કલાકારોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. કપોદ્રા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. તેના પગલે પોલીસને જાણવા મળ્યું હતું કે આ કિસ્સામાં કોઈએ અનાજમાં નાખવામાં આવતી સેલફોસ નામની દવાની ટિકડી પાણીમાં ભેળવી દીધી હતી. તેના પગલે પોલીસે આખી ઘટનાના સીસીટીવી ફૂટેજથી લઈને બધાની તલસ્પર્શી ચકાસણી આદરી હતી. પોલીસને તરત જ સમજાઈ ગયું હતું કે આ કંઈ આત્મહત્યાનો કિસ્સો તો નથી. તેમણે રત્ન કલાકારોની પૂછપરછ પણ કરી હતી. તેઓનું કોઈનું પણ માઇન્ડસેટ કંઈ આત્મહત્યા કવા માંગતા હોય તેવું જણાયું ન હતું. તે બધા જીવન સંઘર્ષ કરી રહ્યા હતા.

તેના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા હતા. પોલીસને સ્પષ્ટ લાગ્યું કે આ તો રીતસરનો હત્યાનો પ્રયાસ છે. તેના પગલે પોલીસ વધુ હરકતમાં આવી ગઈ હતી, કારણ કે આ 118 લોકોના જીવનનો મામલો હતો. પોલીસ પર પણ દબાણ વધી ગયું હતું, તેનું કારણ કે એક સાથે આટલા લોકોના જીવ લેવાનો પ્રયત્ન થાય તેવું પહેલી વખત બન્યું હતું. પોલીસના મોટા અધિકારીઓ પણ આ કેસની પ્રગતિ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા અને તેનો દૈનિક ધોરણે રિપોર્ટ મેળવતા હતા.

આના પગલે પોલીસે તપાસ વધુ સઘન બનાવી હતી. રત્ન કલાકારો સહિત ઓફિસના બધા કર્મચારીઓના નાણાકીય વ્યવહાર પણ ચકાસવા માંડ્યા હતા. આમા સઘન ચકાસણીના અંતે પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે ફેક્ટરી મેનેજરનો ભાણિયો નિકુંજ ઓફિસ વહીવટીતંત્રમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. તેના નાણાકીય વ્યવહારમાં જણાયું હતું કે તેણે મિત્ર પાસેથી દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને હવે તે આ રકમ પરત કરી શકવાની સ્થિતિમાં ન હતો. તેના પગલે તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેણે દુકાનમાંથી ઝેરી દવા પણ લીધી હતી. તેણે ઘટનાના દિવસે ફિલ્ટર પાસે જઈને પાણીના ગ્લાસમાં નાખી હતી. તેના પછી તેણે પાણીનો ગ્લાસ પીવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આત્મહત્યા કરવાની તેની હિંમત થઈ ન હતી. તેના પછી ઓફિસના સ્ટાફની અવરજવરમાં વધારો થતાં તે ગભરાઈ ગયો તો. તેના કારણે પછી તેણે પાણીના ગ્લાસમાં નાખેલી ઝેરી દવા કુલરમાં નાખી દીધી હતી.

આમ પોલીસે હવે આરોપી નિકુંજની ધરપકડ કરીને તેને અટકાયતમાં લીધો છે. તેને આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરીને આ કેસના સંદર્ભમાં રિમાન્ડ મેળવવામાં આવે તેમ મનાય છે. જો કે બે દિવસમાં જ 118 લોકોની હત્યાના કાવતરાનું પ્રકરણ ઉકેલાઈ જતાં પોલીસ સંત્રએ હાશ અનુભવી છે. તેમના માથા પરથી પણ કેસનો ઉકેલ લાવવાનું દબાણ દૂર થયું છે.

પોલીસ હવે આરોપી નિકુંજને લગતા બીજા પાસાઓની પણ ચકાસણી કરી રહી છે. તેણે આવું કૃત્ય પહેલીં જ વખત કર્યુ છે કે તે બીજા કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તે જોવાઈ રહ્યુ છે. આ સિવાય તે ફ્રોડના બીજા કેસોમાં પણ જોડાયેલો છે કે નહીં તે પણ જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે 118 રત્ન કલાકારોને કૂલરમાંથી પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. તેથી 104ને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમા 102ને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 30 વર્ષીય રવિ પ્રજાપતિ અને 23 વર્ષીય જયદીપ બારિયાને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ કેસના તાણાવાણા ઉકેલાઈ ગયા છે, પરંતુ હવે તપાસનું કેન્દ્ર રત્ન કલાકારો અને ફેક્ટરીનો માલિક કે મેનેજર નહીં પણ નિકુંજ બન્યો છે. પોલીસ તેને લોન આપનારા તેના મિત્રની પણ પૂછપરછ કરી રહી છે. તેથી હવે તેણે વાસ્તવમાં દેવું કર્યુ છે કે નહીં તેની પણ ખાતરી કરી શકાય, જેથી ખબર પડે કે આ સિવાયનું પણ બીજું કારણ છે કે નહીં. તેથી હવે પોલીસે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આની ખબર આગામી દિવસોમાં પડે તેમ માનવામાં આવે છે. જો કે ફક્ત સુરત જ નહીં આખા રાજ્યમાં ચકચાર મચાવનારી ઘટનામાં મુખ્ય કાવતરાખોરની ધરપકડ થતાં હાલમાં તો પોલીસ નિરાંતનો શ્વાસ લઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !